________________ અગ્યારમો સર્ગ. ( 377 ) પ્રથમ તે દેવીઓએ મોટા શરીરવાળા અને કુંફાડા મારતા સેંકડો સર્પો વિકવ્યું. તેઓ તે નરેંદ્રને ચોતરફથી વીંટી વીંટીને તથા ડસી હસીને ઉલટા ખેદ પામ્યા. તેમની દાઢાઓ, અસ્થિ અને મણિએ પણ ભાંગી ગયા, તેથી તેઓ પાછા હઠ્યા; પરંતુ જૈનધર્મની રક્ષાના પ્રભાવથી તે કુમારનું એક રૂંવાડું પણ ભેદાયું નહીં. પછી દેવીઓએ ગર્જના કરતા હાથીઓ વિમુવીને મૂક્યા. તેઓએ દાંત વડે તેને વિવિધ પ્રકારે પ્રહાર કર્યા અને સુંઢ તથા પગવડે તેને હણ્યો, તે પણ તે ધ્યાનથી જરાપણ ચણિત થયે નહીં. એ જ પ્રમાણે તેઓએ ભયંકર શબ્દ કરતાં વ્યાધ્રો વિમુર્થી, તેઓ પણ તીક્ષણ દાંત અને નવડે તેને હણી હણીને ખેદ પામ્યા, તો પણ તેઓ કુમારના એક રૂંવાડાને પણ ક્ષેભ પમાડી શકયા નહીં. ત્યારપછી દેવીઓએ ધૂમાડાના સમૂહવડે દિશાઓના સમૂહને ચોતરફથી અંધ કરતો, ત્રડ ત્રડ શબ્દથી ભયંકર અને મોટી જવાળાએ કરીને સહિત એવો જાજવલ્યમાન અગ્નિ વિકુવ્યું. તેના મહા તાપવડે કુમાર જાણે ચોતરફથી ઓગળી ગયું હોય એવો થઈ ગયે, પરંતુ તેથી પણ તે ધ્યાનથી સ્મલિત થયે નહીં. ત્યારપછી તે યોગિનીઓ પોતે જ ભયંકર રૂપવાળી થઈ અને ભયંકર લે ચનવડે અગ્નિ જેવી દેદીપ્યમાન દેખાતી, પર્વતની ગુફા જેવા ભયંકર મુખમાંથી અગ્નિને વરસાવતી, ડમ ડમ શબ્દ કરતા ડમરૂના નાદવડે પર્વતની ગુફાઓને ગજાવતી, કૂકાર સહિત અટ્ટટ્ટહાસ્યવડે આકાશતળને ફેડતી, દેદીપ્યમાન ભાલા, ખ, તેમર અને મુગર વિગેરે શસ્ત્રોને નચાવતી તથા પાદના આઘાતવડે પૃથ્વીને કંપાવતી અને નાદ કરતી તેઓ બોલી કે - “અરે! મૂઢ! અમારી પૂજા કર્યા વિના તું વિદ્યા સાધે છે, તો શીઘ્ર ઉભું થા, નાશીને જતો રહે નહીં તે તું મરણ પામીશ.” એમ કહી તેઓ તેને હણવા માટે દેડી, અને વિવિધ પ્રકારનાં શસ્ત્રોવડે તેને હ. તે પણ તેના ઘાત તે કુમારના શરીર ઉપર લેશ માત્ર પણ અસર કરનારા થયા નહીં. જેની રક્ષા, સ્થિર ધ્યાન અને સાહસપણાના પ્રભાવથી આવા પુરૂષને મોટા 48 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust