________________ (376) જ્યાનંદ કવળા ચરિત્ર. શોભા માટેજ છે અને કાનપાપડી વિગેરે ઉપકરણ કણે દ્રિયના શોભા માટે જ છે, તેમ શરવીને સંન્યાદિક સામગ્રી માત્ર શોભાને માટેજ છે, તેને તેની ખાસ જરૂર હોતી નથી.” એ પ્રમાશે વિચારી કુમારરાજે અતિ હર્ષથી તે વિદ્યાધરપતિને કહ્યું કે હું એકલો જ તમારું કાર્ય કરવામાં સમર્થ છું; અને તમારી સાથે આવવા તૈયાર છું.” - આ પ્રમાણે કહી વિદ્યાધરની સાથે કુમારરાજ તેના વિમાનમાં બેસી શ્રીપર્વત ઉપર ગયા. “સપુરૂષે પોપકારના કાર્યમાં વિલંબ કરતાજ નથી.” પવનવેગે લેખ સહિત પિતાના એક વિદ્યાધરને કુમારના પિતા પાસે મોકલી તેને ધીરજ રહેવા માટે કુમાર પોતાની સાથે આવેલા છે તે હકીકત જણાવી. પછી વિદ્યાધરપતિએ તેમને કહ્યું કે –“કુમારરાજ! યોગિનીઓને વશ કરવા માટે પ્રથમ આ વિદ્યા ગ્રહણ કરીને તે જ્વાલામાલિની દેવીને સાધો. આ વિદ્યા કુળક્રમથી આવેલી મારી પાસે છે, પરંતુ તેની સાધનામાં ઘણે પ્રયાસ કરવો પડતો હોવાથી અને મારામાં તેવું સાહસ નહીં હોવાથી હું તે વિદ્યા સાધી શક્ય નથી.” તે સાંભળી કુમારે તેની પાસેથી વિનયાદિક વિધિપૂર્વક સાધનાની વિધિ સહિત તે વિદ્યા ગ્રહણ કરી. પછી વિદ્યાધરને કહ્યું કે –“લાખ બિલ્વફળનો હેમ વિગેરે સાવદ્ય કર્મ કોણ કરે? વિદ્યા તો સત્વથી જ સિદ્ધ થાય છે, માટે અહીં સરવ જ સાધનરૂપ હો.” એમ કહી સ્નાનાદિક કરી પવિત્ર થઈ ઉ. પવાસ ગ્રહણ કરી સાધમિકની બુદ્ધિવડે તે દેવીની ભકિતપૂર્વક વિવિધ પ્રકારે પૂજા કરી ક્ષેત્રાધિષ્ઠાયિક વિગેરેના કાયોત્સર્ગો કરી બીજે પણ સમગ્ર વિધિ કરી પૂર્વાભિમુખે બેસી તે બુદ્ધિમાને પરમેષ્ટીના પદવડે (વાપંજર સ્તોત્રથી) પોતાની રક્ષા કરી. પછી દેવીની દષ્ટિ સન્મુખ દર્શાસનપર પદમાસને બેસી ધ્યાનને વિષે જ મનને લીન કરી સિરપણે તે વિદ્યાને જાપ કરવા લાગ્યા. બીજે જ દિવસે આ વૃત્તાંત જાણું સર્વ ગિનીઓ તત્કાળ ત્યાં આવી, અને તેની વિદ્યા જે સિદ્ધ થાય તો પિતાને તેને વશ થવું પડે એવી શંકા થવાથી તેઓએ અનેક પ્રકારનાં પ્રતિકૂળ ઉપસર્ગોવડે તેને #ભ પ. માડવાનો પ્રારંભ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust