________________ (378) જયાનંદ કેવળી ચરિત્ર. દેવ પણ ચળાવવા સમર્થ થતા નથી, તો આ યોગિનીઓ તો કોણ માત્ર હતી? આ પ્રકારે ત્રણ દિવસ સુધી વિવિધ પ્રકારના ઉપસર્ગો કર્યા છતાં પણ તેનું એક રૂંવાડું પણ ક્ષેભ પામ્યું નહીં, ત્યારે તેઓ અત્યંત ખેદથી નિર્વેદ પામી. ત્યારપછી અનુકૂળ ઉપસર્ગો કરવા માટે તે યોગિનીઓ દિવ્યાંગનાનાં રૂપ કરી સર્વ અંગે અલંકારેને ધારણ કરી રૂપ અને વૈવનવડે મનોહર દેખાતી લીલા સહિત કુમારેંદ્ર પાસે આવી. પૂણે ચંદ્રની સરખા મુખવાળી, કમળનાં પત્ર સરખા નેત્રવાળી, સુવર્ણ જેવી કાંતિવાળી, સર્વ અંગે મનહર આકારવાળી અને લાવણ્યરૂપી અમૃતે કરીને ભરેલી એવી તેઓ જાણે વિશ્વની સ્ત્રીઓના સારભૂત સૈભાગ્યના પરમાણુઓ ગ્રહણ કરીને બનાવી હોય એવી મનહર બની. પછી હંસની જેવી ગતિવાળી, શંખની જેવા કંઠવાળી, પુષ્ટ એવા બે સ્તનને ધારણ કરતી, દિવ્ય વસ્ત્રોને ધારણ કરતી, વિલાસના સમૂહને કરતી અને કોયલ જેવા મધુર સ્વરવાળી તેઓ મધુર સ્વરે બેલી કે–“હે સ્વામિન્ ! તમે ચિરકાળ જય પામે, જય પામે. અહો ! તમારું સત્વ અદ્દભુત છે, અહો! તમારું હૈય! અહો! શાય! અને અહો! તમારા ગુણ વૈભવ! આ સર્વ અદ્ભુત છે. અમે અમુક કારણસર તમને જે જે ઉપસર્ગો કર્યા, તેને તમે સહન કરે, અર્થાત્ માફ કરે; કેમકે ડાહ્યા પુરૂષોએ ત્રણની ચિકિત્સાની જેમ પિતાના અંગનું છેદન પણ સહન કરવા લાયક છે. અમારે તેમ કરવાનું કારણ એ છે કે–ભેગમાં આસક્તિવાળી અમે કઈ રૂપ, વન અને સાહસવડે યુક્ત પુરૂષને પતિરૂપ કરી તેને આધીન થઈ ક્રિીડા કરીએ એવા હેતુથી રૂ૫ અને વન યુકત તમને જોઈ અમે કૃત્રિમ ઉપસર્ગો કરી તમારા સત્ત્વની પરીક્ષા કરી છે; કેમકે સત્વ રહિતને વિષે અમે રાગ કરતી નથી. તેથી અમને કાંત તરિકે અંગીકાર કરી મનુષ્ય છતાં પણ તમે દેવતાઈ અને મનુષ્યને દુર્લભ ભેગ ભેગવો અને ઈચ્છા પ્રમાણે આ જગતમાં રહીને ક્રીડા કરે. વિદ્યાની સિદ્ધિને માટે ધ્યાન, તપ અને જપવડે વૃથા કલેશન પામે. અમે તમારી પનીઓ થઈ, એટલે તે વિદ્યા પોતાની મેળે જ તમને સિદ્ધ થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust