________________ (374) જયાનંદ કેવળી ચરિત્ર. અથી (સંસાર તજી દેનાર) અને ત્રણ ગણું વર્ષથી અધિક વયવાળા જે હોય તેને કન્યા આપવી યોગ્ય નથી.” આમ છતાં પણ મેં વિચાર્યું કે-“તે પૃથ્વીપતિ છે, તેથી તેને એકાએક નિષેધ કરી શકાય તેમ નથી. " તેથી મેં દૂતને મુખે એ ઉત્તર આપ્યો કે– ગિનીઓએ પકડેલો મારે પુત્ર અતિ દુઃખી છે, તેના દુઃખને લીધે મને વિવાહાદિક કાયો સાંભરતાં પણ નથી. તેથી હે સ્વામી ! તમે તેને મુક્ત કરાવે; ત્યારપછી સર્વ સારૂં થશે.” આ પ્રમાણે તે જઈ તેને વિજ્ઞપ્તિ કરી; પરંતુ તેણે કાંઈ પણ ઉત્તર આપે નહીં “સર્વ પ્રકારના સુખમાં મગ્ન થયેલાઓની તેવીજ લીલા હોય છે.” એકદા સભામાં કોઈ નૈમિત્તિક આવ્યું. તેને અપેક્ષા સહિત મેં સત્કાર કરી તેની પાસે ફળ પુષ્પાદિક મૂકી પ્રશ્ન કર્યો કે –“હે નૈમિત્તિક ! મારા બે કાર્યને ઉત્તર આપ. એક તો યોગિનીઓએ પકડેલા મારા પુત્રને કેણ છેડાવશે? અને બીજું ગુણેવડે સદશ એવો કેણું મારી પુત્રીનું પાણિગ્રહણ કરશે ?" નૈમિત્તિકે જવાબ આપે કે–આ બન્ને કાર્ય એકજ પુરૂષ કરશે. ત્યારે મેં પૂછ્યું કે–તેને શી રીતે ઓળખવે?” તે બોલ્યા કે—જે પદમરથ રાજાને બાંધી તેને પ્રતિબંધ પમાડશે, જે પોતાના કળાગુણે કરીને શ્રીપતિ રાજાની ત્રણ કન્યાઓને જીતીને પરણશે તથા જે સ્પર્ધા કરતા અનેક સુભટોને જીતશે, તે વીર તમારા પુત્રને મૂકાવી તમારી પુત્રીનું પાણિગ્રહણ કરશે.” આ પ્રમાણે તેનું વચન સાંભળી હું અત્યંત આનંદ પામ્યા, અને ફળ, અલંકાર તથા વસ્ત્રાદિકથી તેને સત્કાર કરી મેં તેને રજા આપી, એટલે તે મને આશીર્વાદ આપીને ગયે. ત્યારપછી તત્કાળ ચોતરફ માણસને મેકલી મેં શોધ કરાવી, એટલે નિમિત્તિયાએ કહેલા લક્ષણોવાળા તમને જાણી હું તમારી પાસે આવ્યા, પરંતુ જે તમારા પિતાદિક આ વૃત્તાંત જાણે તે તેઓ તમને એકલે નહીં, એમ ધારી ભિલ્લાદિકની માયા કરી હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust