________________ (372) જયાનંદ કેવળી ચરિત્ર. તેવું ગીત ગાવા લાગી અને કંકણ તથા નપુરના શબ્દપૂર્વક નાટ્ય કરવા લાગી. તેના ધ્વનિને સાંભળી તથા તેમનાં મનોહર રૂપ જોઈ તે વાવેગ ક્ષેભ પામ્યો અને હદયમાં કામદેવ ઉત્પન્ન થતાં તેનું ધ્યાન નષ્ટ થયું; તેથી તે કાંઈક બોલવાનો વિચાર કરવા લાગ્યો, તેટલામાં તે પરસ્પર હાસ્ય કરતી તેઓ તેને પોતાના નગરમાં લઈ ગઈ, અને મંત્રવડે તેને નિગડિત કરી (બાંધી) તેની વિડંબના કરવા લાગી. આ સર્વ હકીકત મેં તેના માણસ પાસેથી જાણી, એટલે વિવિધ પ્રકારની પૂજા અને સ્તુતિ વિગેરેથી મેં તે યોગિનીઓને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કર્યા, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારે પ્રસન્ન થઈ નહીં અને વાવેગને છોડ્યો નહીં. - હવે તેજ તાત્ર્ય પર્વત ઉપર ઉત્તરશ્રેણિના ભૂષણરૂપ અને પિરજનેને વલ્લભ એવું ગગનવલ્લભ નામનું ઉત્તમ નગર છે. તેમાં ચકાયુધ નામને સર્વ વિદ્યાધરને સ્વામી (રાજા) છે. તે રાજા છતાં નિરંતર લેકને વિષે પલ્લાસ કરે છે. તેના ચરણકમળને વિષે સર્વ રાજાએ ભ્રમરના સ્થાનને ધારણ કરે છે, તેથી તેઓ લક્ષ્મીને પામે છે તે તો યુક્ત છે, પરંતુ વર્ણના ઉત્તળપણાને પણ પામે છે તે આશ્ચર્ય છે. જેમ જ્યોતિશ્ચકમાં સૂર્ય, પર્વતોમાં મેરૂ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ અને પશુઓમાં સિંહ, આ સર્વના જેવો અથવા તેનાથી અધિક કોઈ નથી, તેમ સર્વ વિદ્યાધરેમાં વિદ્યા, એશ્વર્ય, બળ અને સમૃદ્ધિવડે તેના જેવો અથવા તેનાથી અધિક કઈ પણ નથી, તો પછી સામાન્ય મનુષ્યો તે તેની પાસે કેણ માત્ર જ છે? જેમ સર્વ દે ઇંદ્રને સેવે છે, તેમ હાલમાં બન્ને 1 રાજા એટલે ચંદ્ર. તે પટ્ટમ એટલે સૂર્યવિકાસી કમળનો ઉલ્લાસ કરી શકે નહીં. એ વિરોધાભાસને દૂર કરવા રાજા એટલે સ્વામી એ તે પદ્મા એટલે લક્ષ્મીનો ઉલ્લાસ કરે છે. 2 ભ્રમર કમળને પામીને લક્ષ્મી એટલે શોભાને પામી શકે છે, પણ તે શ્યામ હોવાથી વેત વર્ણ પામતા નથી. તે આશ્ચર્યનો પરિહાર કરવા માટે આવો અર્થ કરવો કે–રાજાઓ ચરણકમળને નમવાથી લક્ષ્મીને તથા ઉજ્વળ વર્ણને એટલે લાઘાને પામે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust