________________ અગ્યારમે સર્ગ. (371) વર, મોટી નદી, કહ, દ્વીપ અને સમુદ્ર વિગેરે સ્થળોમાં સ્વેચ્છાએ કીડા કરે છે. તેઓ કોઇ પામે છે ત્યારે મનુષ્યલોકમાં મરકી વિગેરે ઉપદ્રવો કરી ઘણા જીવોને વિનાશ કરે છે, અને તુષ્ટમાન થાય છે ત્યારે અનેક સંપદાઓ આપે છે. અનેક પ્રકારનાં રૂપ, ક્રિયા (ચેષ્ટા) અને વંચનાદિકવડે રંક જનોને તેઓ ભય ઉપજાવે છે, અને મહા પુરૂષને હર્ષ પણ પમાડે છે, આ તેમની નિરંતરની ક્રીડા છે. હવે હેમશંગ નામને જે પર્વત છે તે તેમનું નિરંતરનું કીડાસ્થાન છે. આ વાતની ખબર વિના મારા પુત્રે ત્યાં નગર વસાવ્યું, તેથી કોપ પામેલી તેઓએ મરકી આદિ ઉપદ્રવ કરી સર્વ લોકને ભય ઉપજાવી તે નગર ઉજજડ (નિજન) કરી નાખ્યું છે. તેમ બનવાથી મારા પુત્ર વાવેગને તેઓને વશ કરી શકે તેવી અને ઈષ્ટ સિદ્ધિને આપનારી જ્વાલામાલિની નામની વિદ્યા સાધવાની ઈચ્છા થઈ. તે વિદ્યાદેવી શ્રીપર્વત ઉપર મહાજવાલાની દષ્ટિ પાસે લાખ બિલ્વફળના હોમવડે, જાપવડે અને ધ્યાનવડે સિદ્ધ થાય છે. વાવેગે ત્યાં તે દેવીના ગૃહમાં સર્વ સામગ્રી સહિત જઈ વિધિ પ્રમાણે તે જવાલા માલિની વિદ્યાને સાધવાનો પ્રારંભ કર્યો. તે હકીકત જાણું કપ પામેલી યોગિનીઓ સાતમે દિવસે ત્યાં આવી તેને પ્રતિકૂળ ઉપસર્ગોવડે ભ પમાડવા લાગી; પરંતુ તે સાત્વિક તેનાથી ક્ષોભ પામ્યો નહીં. ત્યારે તેઓ પ્રગટ થઈ પિતાનાં દિવ્ય અલંકૃત રૂપો બતાવી બોલી કે –“અહો ! તું અતિ સાહસિક છે, તેથી અમે તારાપર પ્રસન્ન થઈ છીએ, માટે તેને પતિરૂપ કરી અમે અમારી રૂપલક્ષમીને કૃતાર્થ કરવા ઈચ્છીએ છીએ. અમે દાસીની જેમ હમેશાં તારી સેવા કરશું, માટે મનુષ્ય છતાં પણ તું અતિ દુર્લભ દેવતાઈ ભેગ ભેગવ. હવે તારે વૃથા તપ, ધ્યાનાદિક કલેશ કરવાનું કારણ નથી. મોદક પ્રાપ્ત થયા પછી વાલ રાંધવાને કલેશ કેણ કરે ? તે હે નાથ! તમે ઉભા થઈને તમારા પર રાગવાળી અમને આર્લિગન આપો. અત્યાર સુધી તમે ખારા પાણીના રસને–આસ્વાદને જાણતા હતા, અને હવે અમૃતના રસને જાણનાર થાઓ.” આ પ્રમાણે કહી કામને ઉદ્દીપન કરે તેવી ચેષ્ટા કરવા લાગી, મેહ પમાડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust