________________ અગ્યાર સર્ગ. ' (369) " સહુરૂષે બીજાની વિપત્તિમાં અત્યંત અધિક સૌજન્ય (સુજનપણું) ધારણ કરે છે. જુઓ, વૃક્ષે ઉનાળામાં ઉલટા ગાઢ અને કેમળ પાંદડાંની છાયાવાળા થાય છે.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળી રાજાને તેના પર દયા આવી, તેથી તે કોલ કરીને બેલ્યા કે-“અરે તે દુષ્ટને બતાવ, કે જેથી તેને તત્કાળ નિગ્રહ કરું. મારી પૃથ્વીમાં રહીને પણ જે દુરાશય આવી અનીતિ કરે તેવા સજનતાને કલંક આપનારને હું ક્ષણમાત્ર પણું સહન કરી શકીશ નહીં.” એમ કહી તેઓ તેની સાથે માત્ર એક ખડ્ઝ સહિત કેઈ ન જાણે તેમ ગયા. “વિષમ કાર્યમાં પણ સાત્વિક પુરૂષને વિચાર હેતેજ નથી.” પછી વનના નિકુંજની પાસે જઈ તે ભિલે યાનંદને કહ્યું કે “આજ વનમાં તે રહેલો છે; તેથી આપ અંદર જાઓ, હું તે અહીંથી આગળ આવતાં ભય પામું છું.” ત્યારે રાજાએ તેને ત્યાં જ રહેવા દઈને પોતે એકલાતેનિકજમાં પ્રવેશ કર્યો. ત્યાં તેણે સર્વત્ર તપાસ કર્યો, પરંતુ કેઈને જે નહીં, એટલે તે પાછા ફરીને બહાર આવ્યા, તે ત્યાં તે ભિલ્લને પણ રાજાએ જે નહીં. ત્યારે તે સર્વ ઇદ્રજાળ હશે એમ માનતા રાજા નગર તરફ જવા લાગ્યા, તેટલામાં તત્કાળ આકાશથી ઉતરીને વિમાનમાંથી બહાર નીકળી કોઈ વિદ્યારે રાજાને નમી વિનયથી વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામી! તમે હૃદયમાં કાંઈ વિકલ્પ કરશો નહીં. જિલ્લાનું રૂપ વિગેરે માયા કરીને હું તમને અહીં લઈ આવ્યો છું, તેનું કારણ કહું છું તે સાંભળો. વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિમાં પચાસ નગર છે. તેમાં રથ. નૂપુરચકવાલ નામે મુખ્ય નગર છે. દક્ષિણ એણિના સર્વ વિદ્યાધરોએ માનવા લાયક હું પવનવેગ નામને રાજા છું. મારે વજુવેગ નામને પુત્ર છે. તેણે અનેક વિદ્યાઓ સિદ્ધ કર્યા પછી ઘણી કન્યાઓ સાથે પાણિગ્રહણ કરી હર્ષથી હેમશંગ નામના રમણીય પર્વત ઉપર હેમપુર નામનું નવું નગર વસાવ્યું, અને ઘણી વિદ્યાઓના બળથી 1 દુષ્ટ અંત:કરણવાળા. 47 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust