________________ (368 ) જયાનંદ કેવળી ચરિત્ર. વેશ્યાઓ સિમતપૂર્વક મનહર ગીત ગાતી હતી. તે વખતે કુમાર ૨ની પ્રિયાએ મશ્કરીપૂર્વક કુમારને કમલિનીના પાંદડાઓ વડે પાણી છાંટી વ્યાકુળ બનાવી દીધું. આ પ્રમાણે હાથણીઓ સાથે હાથીની જેમ કુમાર પ્રિયા સાથે જળક્રીડા કરી તેઓને પરસ્પર જળક્રીડા કરવા માટે સરોવરમાં રાખી પોતે તે સરોવરની પાળના અલંકારરૂપ થ–પાળ ઉપર આવીને બેઠે. * આ અવસરે કુમારે પોતાની તરફ આવતાં એક ભિલને જે. તેણે વાઘનાં ચામડાં પહેર્યા હતાં, કુંડળરૂપ કરેલું ધનુષ્ય હાથમાં ધારણ કર્યું હતું, દોરડાથી બાંધેલા એક કુતરાને સાથે રાખ્યા હતો, તેની બંને બાજુએ ભાથાં લટકાવેલાં હોવાથી તે ભયંકર દે. ખાતો હતો અને તેણે મસ્તકપર મેરપિચ્છ વીંટ્યા હતા. આવા તે ભિલે તેમની પાસે આવી પ્રણામ કર્યા. કુમારે તેને પૂછયું કે તું કોણ છે?” ત્યારે તે બોલ્યો કે-“હે નરેંદ્ર! યમદુર્ગ નામના પર્વતની પલ્લીમાં ચંડસિંહ નામે પલીપતિ હતો. તેના સિંહ અને વ્યાવ્ર નામના બે પુત્રો છે. પિતાના મરણ પછી તે બન્ને ભાઈઓ વહેંચીને રાજ્ય ભેગવતા હતા. કેટલેક કાળે બળથી ઉદ્ધત થયેલ સિંહે વ્યાઘનું રાજ્ય તથા સ્ત્રી લઈ લીધાં, તેથી દુ:ખી થચેલે વ્યાધ્ર એકલો વનમાં ભમવા લાગ્યો અને શિકારવડે આજીવિકા કરવા લાગ્યું. હે રાજન! તે જ હું વ્યાવ્ર આજે અહીં આવ્યો છું, તથા તે મારો ભાઈ સિંહ પણ નગરની સમૃદ્ધિ જોવાની ઈછાવડે કેતુકથી અહીં જ સમીપના વનમાં આવ્યો છે. તે મારી પત્ની સાથે નિ:શંકપણે કીડા કરે છે. તેને જીતવાને હું અશક્ત છું, માટે દુર્બળનું બળ રાજા છે એમ ધારી હું તમારી પાસે આવ્યો છું. તમારા સુભટોને કેળાહળ સાંભળી તે દુર્બુદ્ધિ કયાંઈક નાશી જશે તેથી હે રાજન ! જે તમે શક્તિમાન છે, તો શીધ્રપણે એકલાજ મારી સાથે આવી મારી પ્રિયાને છોડાવો અને દુષ્ટને હણી મને મારું રાજ્ય અપાવો. પુરૂષો સ્વભાવથીજ વત્સલ હોય છે અને શરણે આવેલા ઉપર તો વિશેષ કરીને વત્સલ હોય છે. કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust