________________ ( 366) જયાનંદ કેવળી ચરિત્ર. જાણે નવી યુવાવસ્થાને પામેલી સ્ત્રી હોય તેમ ભેગકીડાને લાયક થઈ છે; કેમકે તે વિલાસ પામતી કેયલના સ્વરવાળી છે, ચંદન વૃક્ષના સુગંધને પ્રેરે છે–આપે છે, વિકસ્વર ચંપકના પુષ્પવડે કાંતિને ધારણ કરે છે, પુન્નાગવૃક્ષોની શ્રેણિવડે મોહ પમાડે છે, મનહર રંભા” (કેળ) વડે ઉરૂ (મેટી) લક્ષ્મીને ધારણ કરે છે, તેના વિકાસથી લેકે આનદ સહિત ઉલ્લાસ પામે છે. તે વનલક્ષમી મનીહર સ્થળમાં ઉત્પન્ન થયેલા વિકસ્વર કમળરૂપી નેત્રાને ધારણ કરે છે, તે કલાલિને ધારણ કરે છે, તથા તેમાં અદ્વિતીય માલર* (બીલી કે કોઠા) નાં વૃક્ષો ઉત્પન્ન થયાં છે.” આ પ્રમાણે ઉદ્યાનપાળના મુખેથી સાંભળી શ્રી વિજયરાજાએ પુત્રને કહ્યું કે–“ વત્સ ! અમે હવે વનક્રીડા કરવાને લાયક નથી, કેમકે અમારી યુવાવસ્થા નથી; તેથી વસંતઋતુવડે પવિત્ર થયેલા વનમાં ક્રીડા કરવા તું જ જા. તારા ગયા વિના લક્ષમીના સાગરરૂપ નાગરો (નગરના લેક) ક્રીડા કરવા જશે નહીં.” આ પ્રમાણે ઓળંગી ન શકાય તેવી પિતાની આજ્ઞા થવાથી કુમાર સર્વ સામગ્રી, અંત:પુર અને પરિવાર સહિત વનમાં ગયે. તેની પાછળ પોતપોતાની ઋદ્ધિને અનુસરતી યોગ્ય સામગ્રી લઈ પરસ્પર શોભાનામોટા ચેરરૂપ પરજને પણ ક્રીડાવનમાં ગયા. ત્યાં ઠેકાણે ઠેકાણે લેકે વેણુ અને વિણુ આદિક લાખ વાજિત્રોને તથા મૃદંગ અને પડહ વિગેરે વાદ્યોને વગાડવા લાગ્યા, સ્ત્રીઓ “ચર્ચરી દેવા લાગી, ગાયકે મધુર ગાયન કરવા લાગ્યા, નર્તકી એ મનહર નૃત્ય કરવા લાગી, ખેલ 1 સ્ત્રીના પક્ષમાં કેયલના જેવા સ્વરવાળી. 2 ચંદનનું વિલેપન સુગંધને આપે છે. 3 પુષ્પ જેવી ઉજ્વળ કાંતિને. 4 ઉત્તમ પુરૂષોની શ્રેણિને 5 રંભા જેવા ઉર–સાથળ વડે લક્ષ્મીને ધારણ કરે છે. 6 કમળ જેવાં નેત્રોને. 7 વનલક્ષ્મી કલ એટલે બોરડી કે સાલનાં વૃક્ષોની અલિ કેશ્રેણિને ધારણ કરે છે, અથવા કુલ એટલે મનહર અલિ એટલે ભમરાને ધારણ કરે છે, અને સ્ત્રી કલ એટલે મનહર આલિ એટલે સખીઓને અથવા કલાની આલિ એટલે શ્રેણિને ધારણ કરે છે. 8 સ્ત્રીને વિષે મનહર માલૂર એટલે સ્તન ઉત્પન્ન થયા છે. 9 એક બીજાની શોભાને હરણ કરતા પુરજો. 10 તાળીઓ પાડીને રાસડા લે છે તે ચર્ચરી કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust