________________ અગ્યારમે સર્ગ. (365) પામી છે. દેવ, ગુરૂ અને ધર્મનું માહાસ્ય કહીને તે જ તત્વથી સમસ્યા પુરી હતી, તેથી તેનું ફળ પણ તું તેવું જ શ્રેષ્ટ પામી છે; પરંતુ નાસ્તિકવાદથી હણાયેલી મેં તો પિતાની ખુશામતનાં વચનવડે જેમ તેમ સમશ્યા પૂરી, તેથી તેના ફળ તરીકે હું વિપત્તિના સ્થાનરૂપ થઈ છું. રાજાદિકની પ્રસન્નતાથી કોઈ સુખી થતું નથી, અને તેની અપ્રસન્નતાથી કઈ દુઃખી થતું નથી, પરંતુ પોતાના પુણ્ય અને પાપવડે જ સૌ કોઈ સુખી અને દુઃખી થાય છે. બીજા તો નિમિત્ત કારણ છે. આ બાબતમાં આપણે બન્ને દષ્ટાંતરૂપ છીએ.” આ પ્રમાણે તે બન્ને બહેનનું ચરિત્ર સાંભળી જયાનંદ રાજાએ ધર્મ અને અધર્મના દષ્ટાંતવડે સભાજનને પ્રતિબધ કર્યો. તે સાંભળી વિસ્મય પામેલા સવે જનોએ જેનધર્મની પ્રશંસા કરી. પછી જયાનંદરાજાએ સુકંઠને વાંછિત ધન આપી તેની પાસેથી જયસુંદરીને છોડાવી અને તે પુત્રી તેના પિતાને સોંપી. પછી જ્યાનંદ રાજા પોતાના મહેલમાં ગયા, એટલે જયસુંદરીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શુદ્ધ કરી પિતાએ પોતાની પાસે રાખી. પછી યોગ્ય અવસરે નરકુંજરને તેના નગરથી બોલાવી જ્યાનંદ રાજાએ ઠપકે આપવા પૂર્વક તેને જયસુંદરી સંપી. નરકુંજર પણ સસરાદિકથી માન પામી હર્ષથી પ્રિયા સહિત શીધ્ર પિતાના વીરપુર નગરમાં ગયે. પછી પરસ્પર સત્કાર કરવાથી જેમણે પ્રીતિમાં વૃદ્ધિ કરી હતી એવા બીજા પણ પમરથાદિક રાજાઓ જયાનંદ નરેન્દ્રની રજા લઈ પોતપોતાના નગરમાં ગયા, અને જયાનંદ નરેંદ્ર પણ પોતાનું રાજ્ય પિતાને આધિન કરી ચિંતા રહિત થઈ ધર્મકાર્ય કરવા સાથે પ્રિયા સહિત કળાઓ વડે સ્વેચ્છાએ ક્રિીડા કરવા લાગ્યા. ( આ પ્રમાણે તે બને રાજાએ ધર્મ અને સુખમય કેટલાક કાળ નિર્ગમન કર્યો, ત્યારપછી એકદા ઉદ્યાનપાળકે આવી નમસ્કાર કરી તેમને વિજ્ઞપ્તિ કરી કે-“જેમ તમે બન્નેએ આ પૃથ્વી અલંકૃત કરી છે તેમ છે સ્વામી ! વસંત ઋતુ અને દક્ષિણના વાયુએ વનલમીને અલંકૃત કરી છે–શેભાવી છે. હે પ્રભુ! હમણું તે વનલક્ષમી: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust