________________ (364) જયાનંદ કેવળી ચરિત્ર. પણ મને દાન તરીકે તેને આપી. મારા રૂપમાં લુબ્ધ થયેલા તેણે પણ “સારા વૈદ્યથી આ સાજી થશે” એવી આશાથી મને ગ્રહણ કરી. પછી તે મને વિજયખેડ નામના નગરમાં લઈ ગયો, ત્યાં તેણે ધન આપી સારી બુદ્ધિવાળા વૈદ્ય પાસે મારી ચિકિત્સા કરાવી. તેણે પણ રોગનું મૂળ જાણું વિરેચન વિગેરે આપી મારે વ્યાધિ દૂર કર્યો. પછી હર્ષથી સુકે છે તેને સત્કાર કરી મને પોતાની પ્રિયા કરી અને હું પ્રથમથી જ કેટલીક કળાઓને તો જાણતી હતી, તેથી મને તેણે વિશેષે કરીને ગીતકળા શીખવી. હું તેને પતિ માની તેના સાથે ગીત ગાઈ રાજાદિકનું રંજન કરી ઘણું ધન મેળવવા લાગી. એ રીતે આ સુકંઠ ધનવાન થઈ ગયે. ત્યારપછી જયાનંદ રાજા મેટા રાજા છે અને ઘણું રાજાઓ સહિત છે તેથી ત્યાં વધારે દાન મળશે એમ જાણી આજે ઘણે દિવસે સમય મળવાથી ગાવા માટે સુકંઠ સાથે હું પણ અહીં આવી છું. અહીં પિતા વિગેરેને બેઠેલા જાણુ મારા આત્માને જણાવવાની ઈચ્છાથી મેં મારા ચરિત્રવાળું ગીત બનાવીને ગાયું છે. ત્યારપછીનું સર્વ વૃત્તાંત તમે જાણે છે. હવે હું તમને પૂછું છું કે–તે વખતે ભિલને જે તમે વિજયસુંદરી આપી હતી, તેનું શું થયું? અને તે ક્યાં છે?” આ પ્રમાણે તેનું ચરિત્ર સાંભળી તેના જવાબમાં પમરથ રાજાએ કહ્યું કે “તે ભિલ્લ ન હતો, પરંતુ તે રાજપુત્ર હતો, અને તેણે પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે તેવું રૂપ કર્યું હતું. જેણે પૂવે મોટાં મોટાં કાર્યો કર્યા હતાં અને મને પણ બાંધીને જે જગતમાં જય મેળવનાર થયે તે જ આ વિજયરાજાને પુત્ર જયાનંદ રાજેદ્ર છે, અને તેની ડાબી બાજુએ બેઠેલી જે આ રાજાના નેહ અને માનના સ્થાનરૂપ છે, તે જ સર્વ પત્નીઓમાં શ્રેષ્ઠ આ તારી બેન વિજયસુંદરી છે.” એમ કહી તેણે આંગળીવડે દેખાડેલી વિજયસુંદરી પાસે તે જેટલામાં ગઈ, તેટલામાં તો તે પણ ઉભી થઈ બહેનને કંઠે વળગી રહેવા લાગી. તે વખતે જયસુંદરી રૂદનને રૂંધી માટે સ્વરે બોલી કે “બહેન ! તને ધન્યવાદ ઘટે છે, કે જે તે શુદ્ધ શિયાળવાળી છે અને તેથી જ આવી ઉત્કૃષ્ટ લક્ષમીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust