________________ - અગ્યારમે સર્ગ. (373) શ્રેણિમાં રહેલા સર્વ વિદ્યાધરે અધિક આશ્વર્યવાળા તેને જ સેવે છે. તે મારે પણ સ્વામી હોવાથી મેં તેને આ હકીકત નિવેદન કરી. ત્યારે “હું તેને મૂકાવીશ, એમાં શું મોટી બાબત છે?” એવો તેમણે જવાબ આપે. ત્યારપછી મેં તેની પાસે વારંવાર વિજ્ઞપ્તિ કરી, પરંતુ હજુ સુધી તેણે મારા પુત્રને મૂકાવવાને કશે પ્રયત્ન કર્યો નહીં. “મોટા પુરૂષને વિષયાદિકમાં પ્રમાદીપણું લંપટપણું) હોય છે, અથવા તેવી ચેષ્ટા પણ હોય છે પરંતુ સારી રીતે શક્તિમાન છતાં આવાં પોપકારનાં કાર્ય કેમ કરતા નહીં હોય તેનું કારણ કાંઈ સમજાતું નથી અથવા તે તેવા પુરૂષમાં શક્તિ કેટલી છે તે પણ જાણી શકાય તેમ નહીં હોવાથી મારી જેવો માણસ આ કષ્ટ નિવારવાની તેની શક્તિ છે કે નહીં એ પણ શી રીતે જાણી શકે? વળી હે રાજન ! મારે વજસુંદરી નામની એક પુત્રી છે. તે રૂપાદિકવડે દેવસુંદરીની સમાન છતાં એક બાબતમાં તેમનાથી આધક છે, તે એ કે તે દેવસુંદરીઓ માત્ર પોતે જ નિમેષ રહિત નેત્રવાળી છે, અને આ મારી પુત્રી તે તેણીને જેનારા સર્વ સ્ત્રીપુરૂષના સમૂહને નિરંતર નિમેષ રહિત નેત્રવાળા કરી દેનારી છે. સર્વ ગુણ વડે શ્રેષ્ઠ અને જૈનધર્મની રૂચિવાળી તે મારા પુત્રની નાની બહેને યોગ્ય સમયે સમગ્ર કળાઓ ગ્રહણ કરી છે. નંદન વનમાં ઘણું વૃક્ષ છતાં કલ્પવૃક્ષ વિશેષ કરીને હેય છે, તેમ તેને વિષે સર્વ કળાઓ છતાં નાટ્યકળા વિશેષ કરીને સર્વોત્તમ છે. એકદા તેણીને ગુણે ચકાયુધ રાજાના સાંભળવામાં આવ્યા; તેથી તે સ્વામીએ દૂતના મુખથી મારી પાસે તેની માગણી કરી. પરંતુ તે કન્યા કરતાં ત્રણ ગણા વર્ષથી પણ અધિક અને ઘણી સ્ત્રીઓવાળે તે રાજા હોવાથી મારા પ્રાણથી પણ વધારે હાલી તે કન્યાને હું તેને આપવા ચહાત નથી. કહ્યું છે કે - “શરીર, શીળ,કુળ, વિત્ત, વય,વિદ્યા અને સનાથપણું-આટલા ગુણ જેનામાં હોય તેને પોતાની પુત્રી આપવા ગ્ય છે.” તથા– મૂર્ખ, નિર્ધન, દૂર દેશમાં રહેનાર, ઘણી ભાર્યવાળે, મિક્ષને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust