________________ (370) જ્યાનંદ કેવળી ચરિત્ર. ગર્વિષ્ટ થયેલો તે પરિવાર તથા પુરજનો સહિત કૈલાસ પર્વત પર ધનદ (કુબેર)ની જેમ તે પર્વત પર વેચ્છાએ ક્રીડા કરવા લાગ્યા. તે સ્થળે સુવર્ણ અને મણિના મહેલેથી શોભિત, ગિની (જોગણી) એને વસવાનું સ્થાન અને તેના જ પીઠથી સુશોભિત જાલંધર નામનું સુંદર નગર છે. તેનગરની સ્વામિની કામાક્ષા યોગિની ઘણી ઋદ્ધિ અને મોટા પરિવારવાળી છે. તે યોગિનીઓના સમૂહથી પૂજાય છે, અને તે નગરના મધ્યમાં આવેલા મહેલમાં રહે છે. તેની સન્મુખ સુવર્ણ અને મણિમય એક સુંદર પીઠ છે. તેના પર બેસીને સાધક પુરૂષે યોગિનીઓ સહિત તે કામાક્ષાની આરાધના કરે છે. તે પીઠને ચારે દિશામાં ફરતી મોટી ત્રાદ્ધિવાળી ચેસઠ યોગિનીઓ પરિવાર સહિત રહે છે. તેમનાં નામ આ પ્રમાણે છે–વારાહી 1, વામની 2, ગરૂડા 3, ઈદ્રાણું 4, આનેયી 5, વામ્યા 6, નિત્રયા છે, વારૂણી 8, વાયવ્યા 9, સૌમ્યા 10, ઈશાની 11, બ્રહ્મણ 12, વેષ્ણવી 13, મહેશ્વરી 14, વિનાયકી 15, શિવા 16, શિવદૂતી 17, ચામુંડી 18, જયા 19, વિજયા 20, અજિતા 21, અપરાજિતા 22, હરસિદ્ધિ ર૩, કાલિકા 24, ચંડા 25, સુરંડા 26, કનકદંતા 27, સુદંતા 28, ઉમા ર૯, ઘંટા 30, સુઘંટા 31, માંસપ્રિયા 32, આશાપુરી 33, લેહિતા 34, અંબા 35, અસ્થિભક્ષી 36, નારાયણે 37, નારસિંહ 38, કે મારા 39, વાનરતી 40, અંગા 41, વંગા 42, દીર્ઘદ્રષ્ટ્રા 43, યમદંટ્ટા 44, પ્રભા ૪પ, સુપ્રભા 46, લંબા 47, લંબાકી 48, ભદ્રા 4, સુભદ્રા 50, કાલી 51, હૈદ્રી પર, રેદ્રમુખી પ૩, કરાલા 54, વિકરાલા 55, સાક્ષી પ૬, વિકટાક્ષી પ૭, તારા 58, સુતારા 59, રજનીકરા 60, રંજના 61, શ્વેતા 62, ભદ્રકાલી 63, અને ક્ષમાકરી ૬૪–આ ચેસઠ યોગિનીઓ કામરૂપિકા એટલે ઈચ્છા પ્રમાણે રૂપ કરનારી છે. તેમની નિરંતર પૂજા કરવાથી તેઓ વરદાન આપનારી થાય છે. અણિમા, લઘિમા, ઐશ્વર્ય, વશિતા અને ગરિમા -વિગેરે તેમની વિવિધ શક્તિઓ છે, અને કોપ તથા તેષ વિગેરે તેમનું કામ છે. દિવ્ય શક્તિવાળી તેઓ મનહર પર્વત, વન, સરા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust