________________ (360 ) જયાનંદ કવળા ચરિત્ર. તેણે રાજ્યની ચિંતાને સ્વીકાર કરી પોતાના રાજ્યને ઉન્નતિ પમાડ્યું. સર્વ રાજાઓમાં રાજરાજનું બિરૂદ ધારણ કરતા અને જેના ગુણે સર્વત્ર ગવાતા હતા એવા તે જયાનંદ રાજા પૃથ્વી પર અતિ પ્રસિદ્ધિ પામ્યા. શ્રી વિશાળપુરના રાજા વિગેરે અનુક્રમે શ્રીજયાનંદ રાજાનું વૃત્તાંત સાંભળી તેની નિશાનીઓથી તેને પોતાના જમાઈ તરિકે ઓળખી અત્યંત હર્ષ પામ્યા. પછી તે કુમારે પોતાના તે તે સસરાને નિશાની સહિત લેખ મોકલી પોતાની પરણેલી પ્રિયાએને બેલાવી; એટલે તેઓએ વિચાર્યું કે –“આ શ્રી જયાનંદ કુમાર સ્વામી હોવાથી પણ સેવવા લાયક છે, તે કરતાં સ્વજનપણાના સંબંધથી સેવવા તે વધારે શ્રેષ્ઠ છે.” એમ વિચારી તેઓએ ત્યાં આવી ભટણા સહિત પોતપોતાની પુત્રીઓ તેને સોંપી. શ્રીવિશાળપુરના શ્રીવિશાળ નામના રાજાએ પોતાના અંત:પુર સહિત લક્ષ્મીપુર નગરમાં આવી પિતાની મણિમંજરી પુત્રી કુમારને સેંપી. એજ પ્રમાણે હેમપુર નગરથી હેમપ્રભ રાજાએ આવી પોતાની પુત્રી સાભાગ્યમંજરી ઍપી. પદ્મપુરના પદ્મરથ રાજાએ અંત:પુર સહિત આવી પોતાની વિજયસુંદરી પુત્રી સેંપી; અને કમળપુરના કમળપ્રભ રાજાએ એજ રીતે આવી કમળસુંદરી પુત્રીને સેંપી. કુમારે તે સર્વ પ્રિયાઓને યેગ્ય આશ્વાસન આપી તેમજ તેમને યોગ્ય મહેલ અને ગરાસ આપી પ્રસન્ન કરી. પછી પોતાનું રાજ્ય પિતાને સેંપી કુમાર પ્રિયા સહિત મનોવાંછિત કળા વિલાસાદિકવડે ક્રીડા કરવા લાગ્યો. તે બન્ને રાજાઓએ પરિવાર સહિત સત્કાર કરેલા સસરાએ જમાઈની લક્ષ્મીથી ચમત્કાર પામી સ્વર્ગતુલ્ય તે લક્ષ્મીપુર નગરમાં કેટલોક વખત રહ્યા. એકદા શ્રી જયાનંદ રાજા પોતાના પિતા, સસરા અને બીજા રાજાઓ સહિત સભાસદની શ્રેણિથી મનહર એવી બહારની અસ્થિાન સભામાં બેઠા હતા, તેવામાં ત્યાં દેશાંતરથી કાઈક ગાયકોનું પેટક (પેડું) આવ્યું, તેમાં અતિ મધુર સ્વરવાળે સુકંઠ નામને મુખ્ય ગાયક હતો. તેને રૂપવડે રંભાને પણ ઉલ્લંઘી જાય એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust