________________ અગ્યારમો સર્ગ. (31) પ્રિયા હતી, તે સર્વ કળામાં નિપુણ હતી. અને વિશેષ કરીને શીધ્ર. પણે નવાં ગીત રચવામાં તે અત્યંત વિચક્ષણ હતી; તેથી તેણીએ તે વખતે પદ્મરથ રાજાની બે કન્યાના ચરિત્રને અનુસરતું નવું ગીત બનાવી પિતાના ભર્તાર સહિત ગાવાનો પ્રારંભ કર્યો. તેમાં નાની કન્યા ભિલને આપી એ વિગેરે હકીક્તવાળું અને મોટી પુત્રીના પાણિગ્રહણથી આરંભીને ગાયકે તેણીને ગ્રહણ કરી ત્યાં સુધીની હકીકતવાળું ગીત ગાયું. તે ગાતાં પૂર્વનાં સુખ અને દુઃખ સ્મરણમાં આવતાં તે સ્ત્રી રોવા લાગી. તેથી ગીતના રસનો ભંગ થયે જોઈ, સુકંઠે તેને કહ્યું કે–“હે સુંદરી ! ચિરકાળ સુધી તારા ગીતગાનના શ્રવણવડે રંજન થયેલી આ સભા તને હમણા વાંછિત દાન આપશે, તો અત્યારે તું કેમ આમ રૂદન કરે છે? ફરીથી આ અવસર મળવો દુર્લભ છે.” તે સાંભળી તેણીએ કોઈક પ્રકારે રૂદનને રૂંધી ગદ્ગદ્ સ્વરે ગીત ગાવાના મિષથી લોકોને આશ્ચર્ય પમાડે તેવું આ પ્રમાણેના અર્થવાળું ગાયન ગાયું–“કયાં પદ્દમપુર નગર ? કયાં પદ્મરથ રાજા? કયાં જયસુંદરી તેની પુત્રી? અને કયાં તેના પ્રિયનો પરાભવ કરી ભિલ્લે કરેલ તેનું ગ્રહણ? ત્યાંથી પણ કયાં જયસુંદરીનું ગાયકને ઘેર જવું? અને અરે! દેવથી હણાયેલી તે આજે ધનને માટે શું અહીં ગાયન કરે છે?” આવું ગીત અને પોતાના પતિનું નામ વિગેરે સાંભળી સભામાં બેઠેલી પદ્મા રાણ આશ્ચર્ય પામી અને તેણીને બરાબર જોવા લાગી એટલે તેણુએ તેણીને પોતાની પુત્રી છે એમ ઓળખી કાઢી અને તરત જ “હે પુત્રી! હે પુત્રી! તું કયાંથી? આ તારી શી દશા? “એમ બોલતી પદ્મારાણું તેની પાસે ગઈ. ત્યારે તે પણ ઉભી થઈ તેણના પગમાં પડી. તે બન્ને પરસ્પર કંઠે વળગી રોવા લાગ્યાં, એટલે પમરથ રાજા પણ તે પુત્રીને ઓળખી તેની પાસે આવ્યો અને તે પણ રેવા લાગ્યું. ત્યારે તે પુત્રી પણ તેના પગમાં પડી કરવા લાગી. આ ત્રણેના રેવાથી તે વખતે સમગ્ર સભા કરૂણ દેખાવવાળી થઈ ગઈ. સર્વે સભાસદ વિસ્મય પામી તેનું ચરિત્ર જાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust