________________ અગ્યારમે સર્ગ. ( 359) ન કરાય એવું અખંડિત યુવરાજપણું બળાત્કારે આપ્યું. પછી સરખા સિંહાસન પર બેઠેલા, સરખા વેષ અને અલંકારવાળા, સરખા રૂપ અને સંદર્યવાળા, સરખા ઉજવળ તેજવાળા, તથા ભીમ, મનહર, અને ઉન્નતપણું વિગેરે સર્વ લકત્તર ગુણોવડે સરખા, પાપવચન બોલવામાં મૈનપણાવાળા અને સર્વ પ્રકારની યશલમીથી સહિત એવા તે બન્ને રાજાઓને જાણે બે રૂપ કરીને રહેલા દેવેંદ્ર, સૂર્ય, ચંદ્ર, કામદેવ અથવા કૃષ્ણ હોય તથા જાણે બે જાતિના સંદર્ય એકત્ર મળ્યા હોય તેમ એકીસાથે લોક જેવા લાગ્યા. આ રીતે મોટા ઐશ્વર્યની લક્ષમીવડે જેમના ચરણ લાલનપાલન કરાતા હતા, એવા તે બન્ને રાજાને અત્યંત વિસ્તારવાળો અલાકક પ્રેમ પરસ્પર વૃદ્ધિ પામે. કેટલોક સમય ગયા પછી રાજાઓના મુગટ સમાન યુવરાજ શ્રીજયાનંદ દેશ જીતવાની ઇચ્છા થતાં પોતાના સમગ્ર રાજ્યની ચિંતા પિતાને સેંપી ઇંદ્રને પણ જીતી શકે તેવા પરાક્રમવાળા તેણે મધ્ય ખંડમાં રહેલા ઘણા રાજાઓને લીલામાત્રથી જીતી લીધા. ચકપુરનો સ્વામી અતિ પરાક્રમી ચકસેન નામનો રાજા, જયપુરને સ્વામી શત્રુઓને ચૂર્ણ કરવામાં નિપુણ જયી નામને રાજા, જયંતી નગરીને નાયક શત્રુઓને યમરાજ જેવો જયંત નામનો રાજા, પુરંદર પુરનો રક્ષક નરકેસરી નામનો રાજા, સૂર્યપુરને સ્વામી સૂર નામને રાજા, નંદીપુરને ઈશ નંદ નામને રાજા, ભેગાવતી પુરીને ભર્તાર ભીમ નામને રાજા અને કેશલ દેશનો ઈશ સુમંગલ નામને રાજા, તે સિવાય બીજા પણ પૃથ્વીચંદ્ર, કળાચંદ્ર અને કૃપ વિગેરે અનેક રાજાઓને સાધી તેણે પિતાના સેવક બનાવ્યા. આ પ્રમાણે અત્યંત મદવડે ઉદ્ધત થયેલા ઘણા રાજાઓને સાધીને મહા સિન્યના સાગરરૂપ તે શ્રીજયાનંદ રાજા મહત્સવ સહિત પિતાના નગરમાં પાછા આવ્યા અને પિતાને ભકિતથી પ્રણામ કરી શુદ્ધ મનથી તેની સેવા કરતા 1 દુષ્ટ જનને ભયંકર લાગે તેવા. 2 ઉત્તમ જનને મનોહર લાગે તેવા. 3 શરીરે ઉંચાઈવાળા અને મનની મેટાઈવાળા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust