________________ (358) જયાનંદ કેવળી ચરિત્ર. તથા સંદેશ આપ્યો. તે જાણ ભય પામેલા સિંહસારે શ્રી વિજયનું સર્વ ધન તથા તેના સ્વજનાદિકને સત્કારપૂર્વક ભેટણ સહિત તત્કાળ મોકલ્યા. તેમ જ શ્રી વિજય રાજાનો દેશ જે પોતે કબજે કર્યો હતો, તે પણ તેને આધીન કરી ( પા છે સેંપી ) તે હકીકત વિજ્ઞપ્તિપત્ર અને દૂત દ્વારા નિવેદન કરી. તે સર્વ આવેલું છે પિતા અને પુત્ર આનંદ પામ્યા, તથા વિજય રાજાએ પોતાને તે દેશ સ્વજનાદિકને આપી દીધો. એકદા માતાપિતાએ પુત્રને કહ્યું કે “હે વત્સ! તું વિજયપુરથી નીકળ્યો ત્યારથી આરંભીને આજ સુધીનું તારૂં સર્વ વૃત્તાંત કહે.” ત્યારે મૂળથી જ પિતાનું ચરિત્ર પોતે કહેવાને નહીં ઈચ્છતા છતાં પણ માતપિતાની આજ્ઞાના ભંગથી ભય પામતા કુમારે સર્વ વૃત્તાંત યથાર્થ પણે કહ્યું. વિવિધ પ્રકારનું, પ્રોઢતાવાળું, ઉજવળતાવાળું (શુદ્ધ) અને ઘણું આશ્ચર્યોથી ભરપૂર તે ચરિત્ર સાંભળી માતાપિતા તેટલો આનંદ પામ્યા કે જે આનંદ તેમના હદયરૂપી સમુદ્રમાં નહીં સમાવાથી તે વૃત્તાંતને કહેવારૂપ પ્રનાળવાટે ઉછળીને અનુક્રમે નગરને વિષે, દેશને વિષે અને આખી પૃથ્વીને વિષે પણ તે પ્રસરી ગયા. પછી પુત્રની ભકિતથી ચમત્કાર પામેલા અને સર્વ રાજવર્ગથી સન્માન પામેલા વિજય રાજા ત્યાંજ સુખેથી રહ્યા. તેમના પુત્ર જયાનંદ રાજા પ્રજાઓને આનંદ આપતા સતા સ્વભુજાવડે ઉપાર્જન કરેલા મોટા સપ્તાંગ રાજ્યને ભોગવવા લાગ્યા. તેમનો સમગ્ર પૃથ્વીતળને , રંજન કરનાર અને સર્વોત્કૃષ્ટ ન્યાય તથા ઐશ્વર્યથી માટે થયેલા ઉજવલ યશને સમૂહ પૃથ્વી પર વિસ્તાર પામે. એકદા અત્યંત વિનયી હોવાથી ભક્તિ અને પ્રીતિવડે ભરપૂર થયેલા કુમારે તે પોતાનું રાજ્ય આગ્રહથી પિતાને આપ્યું. ત્યારે તે શ્રી વિજયરાજાએ પોતે ઉત્તમ અને નિ:સ્પૃહ હેવા છતાં ગુણી જનેમાં મણિની જેવા અગ્રેસર એવા પુત્રના અદ્વિતીય પ્રેમને લીધે દાક્ષિણ્યતાથી તેની પ્રાર્થનાનું ઉલ્લંઘન કરવાને અસમર્થ થઈ, ઈચ્છા વિના પણ તે રાજ્ય અંગીકાર કર્યું અને એકાંતવત્સલ શ્રીજયાનંદ કુમારને આનંદપૂર્વક સર્વથા પ્રકારે બીજા સર્વજનોએ જેની આજ્ઞા ઉલ્લંઘન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust