________________ (356) જયાનંદ કેવળી ચરિત્ર. તેથી અમે સવે ત્યાંથી નાશીને નીકળી ગયા. 8 સર્વ જાતનાં વિષમ કાર્ય પણ સત્ત્વવાન પુરૂષો સુખેથી સાધી શકે છે.” કહ્યું છે કે “સૂર્યના રથને એક જ ચક હોય છે, તેને સાત અશ્વો જોડેલા હોય છે, પણ તે સર્પરૂપી લગામથી બાંધેલા હોય છે, તે રથને ચાલવાનો માર્ગ પણ આધાર રહિત એટલે આકાશમાં અધર છે, તે રથને હાંકનાર સારથિ ( અરૂણ) પણ ચરણ વિનાને છે; તા. પણ સૂર્ય હંમેશાં અપાર આકાશના છેડા સુધી જાય છે, માટે ક્રિયાની સિદ્ધિ માત્ર મહાપુરૂષોના સર્વેમાં જ રહેલી છે, કાંઈ ઉપકરણ (સામગ્રી) માં રહેલી નથી.” ત્યારપછી કુટુંબ સહિત ધીરરાજ, સુરત અને વીરદત્ત સુભટેની સાથે તથા તેમના સંકેતથી શીધ્રપણે મળેલા બીજા કેટલાકની સાથે પ્રથમથી સજજ કરી રાખેલ અધાદિક સામગ્રીવડે હું સુખે કરીને અહીં આવ્યકેમકે પ્રાયે સર્વ ઠેકાણે મારા જ ભકતો વસેલા છે. તેથી માર્ગમાં મને કોઈ ઠેકાણે અડચણ આવી નથી, પરંતુ હે વત્સ! મારા કેટલાક સ્વજનાદિક હજુ સુધી કેદખાનામાં રહેલા છે, તેમને તાત્કાલિક સાર-સંભાળ કરવા તું સમર્થ છે અને ગ્ય છે.” આ પ્રમાણે પિતાનું વૃત્તાંત સાંભળી પેદ, આશ્ચર્ય અને હર્ષને પામેલા કુમારે કહ્યું કે--“અહો ! ઉપકાર કરનાર ઉપર પણ સિંહનું આવું દુર્જનપણું છે ! પ્રાયે કરીને સત્પરૂ પાણી પાનારને પણ પિતાની જેમ આરાધે છે, પરંતુ જેઓ ખળ હોય છે તેઓ તો વારંવાર પ્રાણદાતારને પણ વેરી જે જુએ છે. જુઓ ! ધૂમાડે કોઈ પણ પ્રકારે વાદળાનું સ્થાન પામીને વરસાદના જળવડે અગ્નિના પોતાના પિતાના) તેજને જ સમાવી દે છે. ખળ અને નીચ જન દેવગે જે કાંઈ પ્રતિષ્ઠા (મેટાઈ) ને પામે તો તે અવશ્ય પોતાના સ્વજનનો જ તિરસ્કાર કરનાર થાય છે. પિતાજી! તમે ખેદ કરશે નહીં. હું તમારો પુત્ર તમારી આજ્ઞાને જ વશ છું, તેથી કેદ કરેલા તઓની હું શિધ્રપણે સારી રીતે સારસંભાળ કરીશ, અપકાર કરનારને શિક્ષા આપીશ, દીનને ભિક્ષા આપીશ અને ઉપકાર કરનારને સન્માન દઈ પ્રસાદ આપીશ.” આ પ્રમાણે કહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust