________________ (32) જયાનંદ કેવળી ચરિત્ર. જીવને સદ્દગુરૂ આદિકનો સંગ થાય છે, તેથી તે ઉત્તમજન! તે સંવેગાદિકનું સેવન કરે. આ પ્રમાણે કરવાથી દુ:ખરૂપી શત્રુ તમને ભય આપનાર નહીં થાય. મમતા રહિત અને સર્વ સંગનો ત્યાગ કરનાર મનુષ્યજ મેક્ષસુખમાં લીન થાય છે.” આ પ્રમાણે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર ગુરૂના મુખથી ધર્મદેશના સાંભળીને ઘણું ભવ્ય જીવોએ પ્રતિબંધ પામી જૈનધર્મ અંગીકાર કર્યો, તેમાં કેટલાકે શ્રાવકધર્મ, કેટલાકે સાધુધર્મ, કેટલાકે સમ્યકત્વ અને કેટલાકે કંદમૂળ વિગેરેના ત્યાગરૂપ અભિગ્રહ કયો. રાજાએ અત્યંત સંવેગ થવાથી વિચાર કર્યો કે–“અહો! મેં તો બાહ્ય શત્રુ-મિત્રને પણ ઓળખ્યા નથી, તો અત્યંતર શત્રુ મિત્રને તો શી રીતે જાણી શકું? તેથી સર્વ પ્રકારના બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરી હું જેની દીક્ષા ગ્રહણ કરું, કે જેથી સમગ્ર શત્રુસમૂહથી મુક્ત થાઉં.” આ પ્રમાણે વિચારી તેણે ગુરૂને કહ્યું કે–“હે પૂજ્ય હું રાજ્યની વ્યવસ્થા કરીને તમારી પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરીશ.” ગુરૂએ કહ્યું-“હે રાજા! પ્રમાદ રહિત થઈને ઈષ્ટ કાર્યને કરો.” ત્યારપછી શ્રીપતિ રાજા ગુરૂને નમી પિતાના મહેલમાં આવ્યું. ત્યાં સર્વ રાજવર્ગને સમજાવી પિતાને પુત્ર નહીં હોવાથી બળાત્કારે જયાનંદ કુમારને રાજ્યપર સ્થાપન કર્યા, અને તેને રાજનીતિની શિક્ષા આપી. પછી જયાનંદ કુમારે શ્રીપતિ રાજાને દીક્ષા મહોત્સવ કર્યો. એક માસ સુધી અમારીપટહ વગડાવ્યા, સંઘની વિવિધ પ્રકારે પૂજા ભક્તિ કરી, ચિત્યને વિષે અષ્ટલિકા ઉત્સવ કર્યો, દીન જનોને ઈચ્છિત દાન આપી તૃપ્ત કર્યા. પછી ગુરૂમહારાજના વૈરાગ્યમય દેશના વચનથી પ્રતિબધ પામેલા રાજપુત્રાદિક પાંચસો પુરૂષ સહિત, તથા પ્રતિબોધ પામેલી પાંચસો રાણીઓ સહિત, રાજ્ય અને સ્ત્રી આદિકમાં મમતા રહિત અને વિષયાદિકમાં પૃહા રહિત એવા રાજાએ હૃદયમાં વિવેકસૂર્યને ઉદય થવાથી મેહરૂપી અંધકારના સમૂહનો નાશ કરી, સ્નાનાદિક માંગળિક આચાર કરી, સર્વ અંગે વિભૂષિત થઈ, હસ્તીપર આરૂઢ થઈ, ઉજવળ છત્ર અને ચામરેની શ્રેણીથી શોભતા, પગલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust