________________ અગ્યારમો સર્ગ. * (53) પગલે દાન આપતા, વાજિત્રોના નાદથી આકાશને ગજાવતા, પ્રશંસા કરવામાં વાચાળ એવા સર્વ સ્વજનોથી પરિવરેલા, મનહર ધવળમંગળવડે સ્ત્રીજનથી ગવાતા, કરોડો ગજ, અશ્વ અને સુભટેથી સેવાતા, આગળ બંદી અને ગાયકવડે વિવિધ પ્રકારે ગુણગાન કરાતા, તેનું મહાસત્ત્વ જોઈ આશ્ચર્ય પામેલા દેવોથી સ્તુતિ કરાતા અને ગોત્રના વૃદ્ધ જને તથા વૃદ્ધ સ્ત્રીઓથી આશીર્વાદવડે પ્રસન્ન કરાતા તે રાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં તેણે સર્વ જીવોને ખમાવી પિતાને હાથે મસ્તકના કેશને લોન્ચ કરી ગુરૂને વંદન કરીને વિજ્ઞપ્તિ કરી કે–“હે પૂજ્ય! અમને આ સંસારસાગરથી શીધ્રપણે તારોપાર ઉતારો.” ત્યારે ગુરૂએ આગમમાં કહેલી વિધિપૂર્વક એક હજાર ભવ્ય પુરૂષ અને સ્ત્રીઓ સહિત તે રાજાને દીક્ષા આપી, તથા ઉપદેશદ્વારા ગ્રહણ અને આસેવના એ બંને પ્રકારની શિક્ષા પણ આપી. પછી જ્યાનંદરાજા વિગેરે સર્વ જને ગુરૂને અને નવા મુનિઓને નમસ્કાર કરી તેમના ગુણની સ્તુતિ કરતા પોતપોતાને સ્થાને ગયા. પછી ગુરૂની સાથે વિહાર કરતા, બાર પ્રકારના તપ કરતા અને સિદ્ધાંતનો અભ્યાસ કરતા તે રાજર્ષિ અનુક્રમે ગીતાર્થ થયા. તેને યોગ્ય જાણી ગુરૂએ આચાર્યપદે સ્થાપન કર્યા, અને તેની સાથે દીક્ષિત થયેલા મુનિઓને તેના પરિવાર તરિકે આપ્યા. ત્યારપછી તે રાજર્ષિ સૂરિ ભવ્યોને પ્રતિબોધ કરતા પૃથ્વી પર ચોતરફ વિચારવા લાગ્યા. અનુક્રમે યોગના પ્રભાવથી તેમને ઘણી લબ્ધિઓની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. તેનાથી જૈનશાસનની પ્રભાવના કરતા તે સૂરિગની શુદ્ધિથી કેવળજ્ઞાન ઉપાર્જન કરી અનુક્રમે મોક્ષલક્ષમીને પામ્યા. હવે જયાનંદ રાજા અનેક રાજાઓથી સેવાતા અને વિવિધ દેશોને સાધતા રાજ્યસંપદાથી વૃદ્ધિ પામવા લાગ્યા. મેટા ઐશ્વ વાળા તે રાજાએ અભયદાન, અલ્પ કર, નીતિ, દાન અને રક્ષણ વડે જૈનધર્મને ઉન્નતિ પમાડ્યો, તથા તેણે પ્રજાને એવી રીતે સુખી કરી કે જેથી નિરંતર આનંદમાં જ મગ્ન થયેલી તે પ્રજા દેવોને તથા ઇંદ્રને પણ તૃણ સમાન માનવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust