________________ અગ્યારમો સર્ગ. (351) અને કેટલાક દિવસ માટે પ્રાર્થના કરીને પૂર્વની જેમ ભાઈને તેની પાસે રહેવા કહ્યું. સિંહે પણ રાજ્યતંત્ર ચલાવવા માટે પ્રાર્થનાપૂર્વક તેમને પોતાની પાસે રાખ્યા. ત્યારે તે પણ દાક્ષિણ્યતાથી અને પુત્રને મળવાની આશાથી રહ્યા. પછી શ્રીમાન જયરાજા વનમાં જઈ મહાજટ નામના ગુરૂ પાસે તાપસી દીક્ષા લઈને તાપસના વ્રતવાળા થયા, તેનું નામ રત્નજટ રાખવામાં આવ્યું. અહીં શ્રીપતિ રાજાએ રાજ્યચિંતાથી વિમુખ થઈ ધર્મકિયાવડે કેટલેક સમય નિર્ગમન કર્યો. તેવામાં એકદા વનપાળે આવી તેમને પ્રણામ કરીને કહ્યું કે –“હે સ્વામી! આપણા ઉદ્યાનમાં ધર્મપ્રભ નામના આચાર્ય પધાર્યા છે. તે સાંભળી પહેલેથી જ સવેગ પામેલા રાજાએ દુધમાં સાકરની જેમ ઈષ્ટ ગુરૂનું આગમન માની તેને સારી વધામણી આપી. પછી સમગ્ર સામગ્રી તૈયાર કરી ઈંદ્રની જેમ હસ્તીપર આરૂઢ થઈ કુમાર, શ્રેષ્ઠી, સામંત અને મંત્રી વિગેરે પરિવાર, નગરના જનો અને અંત:પુરસહિત મસ્તકપર છત્ર ધારણકરાવી મનહર ચામરેથી વીંઝાતે અને વાજિંત્રો વડે આકાશને ગજાવતે તે રાજા ગુરૂને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યું. ગુરૂને જોતાં જ હસ્તીપરથી ઉતરી પાંચ પ્રકારના અભિગમ વિગેરે જાળવી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ગુરૂને તથા તેમના પરિવારને વંદના કરી પુરજનો અને પરિવારસહિત ગ્ય સ્થાને બેઠે, ત્યારે ગુરૂએ તેને ધર્મલાભની આશિષવડે સંતોષ પમાડી આ પ્રમાણે ધર્મોપદેશ આપે– “હે ભવ્ય જીવ! સમગ્ર સુખસંપત્તિને આપનાર અને સંસારમાં ઉત્પન્ન થતી વિપત્તિઓને નાશ કરનાર જેનધર્મનું જ તમે સેવન કરો, અને તેનાથી શીધ્રપણે મોક્ષમાં નિવાસ કરવાને લાયક થાઓ. જે સંસારમાં બાહ્ય તથા અત્યંતર શત્રુ અને મિત્રને ભેદ જાણી શકાતું નથી, તે સંસારમાં સુખ ક્યાંથી હોય? તેમાં હાર્દિક અત્યંતર શત્રુ છે. તેના વશથી આભવ તથા પરભવમાં માતાપિતા. વિગેરેને સંયોગ થાય છે, અને તેના મોહમાં જીવ લીન થાય છે. તેથી તે ઉત્તમ પુરૂષ! તે મોહાદિકનો તમે ત્યાગ કરે. સંવેગ વિગેરે અત્યંતર મિત્રો છે, તેના વશથી આભવ અને પરભવમાં આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust