________________ અગ્યારમે સર્ગ.. (349 ) વિચાર કરી કુમારે સિંહને કહ્યું કે–“હે ભાઈ ! તું જા. પિતાની રાજ્યલક્ષમી ભગવ, હું હાલમાં નિ:સ્પૃહ હોવાથી ત્યાં નહીં આવું.” એ પ્રમાણે કહી તેને વિદાય કર્યો અને પ્રધાનને પણ યુક્તિવડે સમજાવી તેમને પ્રસન્ન કરી કાકાને લાયક વિજ્ઞપ્તિને લેખ લખી આપી વિદાય કર્યો. એટલે તેઓ કુમારની સમૃદ્ધિ, સત્કાર, સ્નેહ, વાણું અને સંદેશાદિકવડે ખુશ થઈ સિંહ સહિત વિજયપત્તનમાં ગયા. ત્યાં તેઓએ બન્ને રાજાને નમસ્કાર કરી કુમારને સંદેશો તથા તેના નહીં આવવાના કારણમાં શ્રીપતિ રાજાને આગ્રહ કહ્યો. પછી તે બન્ને ભાઈઓએ યોગ્યતા પ્રમાણે સિંહસારને બોલાવી ( કુશળ પ્રશ્ન પૂછી) હર્ષ પમાડ્યો, અને પ્રધાનેએ આપેલો કુમારને વિજ્ઞપ્તિપત્ર રાજાએ ઉંચે સ્વરે વાં - સ્વસ્તિ શ્રી જિનેશ્વરને નમસ્કાર કરી શ્રેષ્ઠ વિજયપુરમાં રહેલા પૂજ્ય, આરાધવા લાયક, પિતા શ્રીવિજયાદિક પરિવારથી સેવાતા કાકા શ્રીજય નામના રાજાને લક્ષમીપુર નામના નગરથી શ્રી જયાનંદ કુમાર ભક્તિવડે સાષ્ટાંગ પ્રણામ કરી મસ્તકે બે હાથ જેડી વિધિપૂર્વક વિનયથી નગ્ન થઈ હર્ષવડે વિનંતિ કરે છે કે પૂજ્યપાદના ધ્યાનના પ્રભાવથી મારું શ્રેય છે (હું ખુશીમાં છું). તમારે પ્રસાદ મારા હદયરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્રની સ્ના સમાન છે. તમારા વિયેગરૂપી અગ્નિથી તાપ પામેલા મને તમારા લેખરૂપી મેઘ સ્નેહના વાકયરૂપ અમૃતની વૃષ્ટિવડે સિંચન કરીને જીવાડ્યો છે. વળી પહેલેથી પણ હું જીવું છું, તેમાં મારા હૃદયને વિષે રહેલા પૂજ્યના (આપના) ચરણકમળની શીતળતાના પ્રભાવથી ઉત્પન્ન થયેલ પ્રભાવ જ કારણભૂત છે. મારા વિયેગને નહીં સહન કરતા આપને હું અલ્પ અક્ષરવડે વિનંતિ કરૂં છું કે મારું મન પૂજ્યના ચરણકમળમાં જ એકલીન થયું છે, તેથી હું આપના ચરણકમળને એગ્ય અવસરે પ્રણામ કરીશ અને ત્યાંસુધી તે સ્થાનને ઉદ્દેશીને હાલમાં ભાગ્યોદયને પામેલા સિંહસાર કુમારને ગુણની સંપત્તિ પ્રાપ્ત થવા માટે મેં ત્યાં મોકલ્યા છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust