________________ (348) જયાનંદ કેવળી ચરિત્ર. વિષે બીજું કોઈ તેને ઉપમાન છે નહીં. જગતમાં મારી જે કોઈ અવિવેકી નથી અને તારી જેવો કોઈ ભાગ્યવાન નથી, તો પણું તું અનર્થ આપનાર પળને સંગ કરીશ નહીં.” તે સાંભળી “બહું સારૂ” એમ કહી રાજાને નમી કુમાર પિતાને સ્થાને ગયા, અને ઈચ્છા વિના પણ રાજાએ સ્નાન, પૂજા અને ભજન વિગેરે કર્યું. પછી રાજ્યની ચિંતાદિક નહીં કરતો અને પોતાના પાપની શુદ્ધિને ઈચ્છતો આસતિરહિત રાજા ગુરૂના આગમનની રાહ જોતો રહ્યો અને ગધેડા પર બેસાડવા આદિક ચારની રીતે સિંહનો વધ કરવા સુભટોને આજ્ઞા કરી, એટલે તેઓએ તેમ કરવાનો આરંભ કર્યો. તે જાણું કુમારે મંત્રીઓ દ્વારા રાજાને વિજ્ઞપ્તિ કરી કે–“સિંહ મહાકુળમાં ઉત્પન્ન થયે છે, વળી તેના ઘાતથી પિતાદિકને દુઃખ થશે માટે તેને માર એગ્ય નથી.” એમ કહી તેને મૂકાવ્યો. .. એકદા પ્રધાનની પ્રેરણાથી કાકા વિગેરેને મળવા અત્યંત ઉત્સુક થયેલા કુમારે જવા માટે રાજાની રજા માગી. ત્યારે રાજાએ કહ્યું કે–“હે વત્સ! તારે જવું હોય તો મારા પ્રાણ પણ સાથે લેતા જ, કારણ કે મારા પાપથી જાણે ઉદ્વેગ પામ્યા હોય તેમ આ પ્રાણ તારા વિના રહેવાના નથી.” તે સાંભળી ભય પામેલે કુમાર બોલ્યો કે— “તમને અસ્વસ્થપણે મૂકીને હું જવા ઈચ્છતા નથી, કારણ કે મારા પિતાદિક તમારાથી કાંઈ વિશેષ નથી.” એમ કહી રાજાને નમી કુમાર પિતાના મહેલમાં આવી વિચાર કરવા લાગ્યું કે–“હમણાં જે હું જઈશ તો આ રાજા સ્નેહને લીધે અવશ્ય મરણ પામશે. વળી હાલમાં વિશેષ કરીને નવા દુ:ખને પામેલ છે, તેથી અવશ્ય તેના પ્રાણ જતા રહેશે. તેને હમણાં રાજ્યને વિષે પણ તેવા પ્રકારની ઈચ્છા જણાતી નથી, પરંતુ મારા ગુણની વાર્તાથી તે કાંઈક સ્વસ્થ રહે છે. તેથી હમણાં અધિક સ્નેહ પામેલા તેને મૂકીને મારે જવું એગ્ય નથી. વળી આ સિંહસારે રાજ્યના લેભથી જ આ પ્રમાણે પાપ કર્યું છે, તેથી પિતાના રાજ્યને પુત્ર જ લાયક હોય છે. બીજાને હક મારે શા માટે લેવું જોઈએ ? માટે આને જ હું મોકલું, કે જેથી દુ:ખી થયેલે તે આનંદ પામે.” આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust