________________ અગ્યારમે સર્ગ. (347 ) બોલી કે –“હે પિતા! વારંવાર આવો વૃથા ખેદ શા માટે કરો છે! તમેજ અમને મોટી સંપદા આપી છે, કેમકે આટલે બધો ધનને વ્યય કરી છાત્રોને ભણાવવાનું કામ તમે ન કર્યું હોત, તે અમારી દુતર પ્રતિજ્ઞારૂપી સમુદ્રના પારને કણ ઉતારી શકત? વિશ્વમાં ઉત્તમ એવા પતિનું તમેજ અમને દાન કર્યું છે–તમે જ મેળવી આપેલ છે, તેથી હે પિતા! તમે આનંદ પામે, અને વિધિના વશથી માત્ર એકજ ભૂલ થઈ, તેથી તમે હૃદયમાં અત્યંત ખેદ ન પામે.” આ પ્રમાણેનાં પુત્રીઓનાં વચન સાંભળી રાજા બોલ્યો કે –“પ્રજા કુપ્રજા થાય છે પણ પિતા કુપિતા થતા નથી એ કહેવતને તમે વિપરીત કરી, તેથી હું ખુશી થયે છું તે પણ જમાઈને મુખ દેખાડતાં હું લાજું છું.” આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે તેઓએ જઈ પિતાના પતિને તે સર્વ વૃત્તાંત કહી તેને રાજા પાસે મોકલ્યા. એટલે ઉદાર ચરિત્રવાળા તેણે શીધ્રપણે રાજા પાસે આવી નમસ્કાર કરી લજજાથી નમ્ર મુખવાળા રાજાના વિલખાપણાને દૂર કરવા કહ્યું કે–“હે રાજન ! ત્રણ કન્યાઓ અને રાજ્યના દેવાથી તમે મારાપર સમુદ્ર જેટલો ઉપકાર કર્યો છે, તે શું વિધિથી પ્રેરાયેલા ખળ માણસથી ઉત્પન્ન થયેલી ધૂળની મુઠી જેટલી એક ભૂલથી કદાપિ કલુષતાને પામી શકે? આ સંસારમાં કયા ડાહ્યા પ્રાણીઓ બ્રાંતિથી સ્કૂલના નથી પામ્યા? લેકમાં પણ સંભળાય છે કે શંકરે ભ્રાંતિથી પિતાના પુત્રનું મસ્તક છેવું હતું. ભરત ચકી અને બાહબળી બન્ને ભાઈઓએ પરસ્પર ઘાત કરવાનો ઉપક્રમ કર્યો હતો, તેનાથી ઉત્પન્ન થયેલું પાપ જેમનાશ પામ્યું, તેમ ચિત્તના ઉપક્રમથી ઉત્પન્ન થયેલું પાપ પશ્ચાત્તાપાદિકવડે નાશ પામે છે. તે હે રાજન ! વૃથા ખેદ શા માટે કરે છે? ખેદ તજીને પિતાનાં કાર્યો કરવા લાગો. તમે સ્વસ્થ હશે તેજ પ્રજા પણ સ્વસ્થ રહેશે.” આ પ્રમાણેનાં કુમારનાં વચન સાંભળી રાજાને કાંઈક શાંતિ વળી ને આનંદ ઉત્પન્ન થયો. તે બોલ્યા કે–“હે વત્સ! તારી વાણુરૂપી અમૃતની વૃષ્ટિવડે મારે દુઃખતાપ નાશ પામે છે. જે તારાં મન, વાણું અને કર્મ બે બે હતા તે તેઓજ પરસ્પર ઉપમાનને પામત, અન્યથા પૃથ્વીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust