________________ (346) જયાનંદ કેવળી ચરિત્ર. ઉપર છેદવા માટે મૂકયું કે તરત જ હુંશિયાર પ્રધાનોએ વેગથી તે ખર્શ રાજા પાસેથી ઝુંટવી લીધું. પછી શતબુદ્ધિ પ્રધાને કહ્યું કે –“હે રાજન ! આવું અગ્ય કૃત્ય કેમ કરો છો? તમે જગતના જીવન છે, ન્યાયસંપત્તિના આધાર છે, અને ધર્મની ઉન્નતિને કરનાર છો, તો આવા મુગ્ધપણાથી મરવા માટે કેમ તૈયાર થાઓ છે? અમુક સંગોમાં કોની બુદ્ધિ ભ્રમિત થતી નથી ? કમથી કે ખંડિત થયો નથી? શું ભરતચકીએ ભાઈને હણવા માટે ચક્ર નહોતું મૂકયું? તેજ શાસ્ત્રજ્ઞ અને વિવેકી કહેવાય કે જે અશુભ કમના ઉદયથી દેહ પામતો નથી (મુંઝાઈ જતો નથી). કર્મનાજ વશથી આખું વિશ્વ નિંદ્ય અને અનિદ્ય પ્રવૃત્તિ કરે છે. વળી હે રાજન ! મૃત્યુવડે પાપની શુદ્ધિ થતી નથી, પણ તપ વિગેરે શુભ કાર્યોથી જ શુદ્ધિ થઈ શકે છે, કેમકે પાપકર્મનો આત્માની સાથે સંબંધ છે, અને મૃત્યુ તો માત્ર શરીરનું જ હરણ કરે છે. તેથી હેસ્વામિન્ ! ગુરૂના કહેવા પ્રમાણે પાપનું પ્રાયશ્ચિત્ત લઈ આત્માની શુદ્ધિ કરે અને તે પ્રાય શ્ચિત્ત જીવતાંજ થઈ શકશે, માટે હે પ્રભુ! તમે ચિરકાળ જીવતા રહે.” આ પ્રમાણે તેના કહેવાથી રાજા કાંઈક સ્વસ્થ થયો, તોપણ દુઃખથી રૂદન કરતો અને જુદા જુદા વિક૯પથી પીડા પામતો તે ભેજનાદિકને પણ ઈચ્છતો નહોતો. - આ વૃત્તાંત જાણીને તે રાજાની પુત્રીઓએ ત્યાં આવી પિતાના પાદને પ્રણામ કરી કહ્યું કે –“હે પિતા ! તમારું આ શું અનુચિતપણું! મહાપુરૂષને અત્યંત હર્ષ કે વિષાદ કરો મેગ્ય નથી. સમુદ્રને વૃદ્ધિ અને હાનિથી ઉત્પન્ન થતે ઉલ્લાસ કે સંકોચ હેત નથી. હે પ્રભુ! આ બાબતમાં તમારે લેશ પણ દોષ નથી, દષમાત્ર બળ પુરૂષનો જ છે, નિરંતર વહેતા જળના પ્રવાહવડે દ્રઢ એવો પર્વત પણ ભેદાય છે.” તે સાંભળી નીચું મુખ કરી રાજા બોલ્યા કે “હે પુત્રીઓ ! હું તમને મારૂં મુખ દેખાડવા શકિતમાન નથી, અને તમે પણ તેને જેવા ગ્ય નથી. તેથી દૂર રહીને બોલો. મેં પાપીએ પિતાની પુત્રીઓના વૈધવ્યની પણ ઉપેક્ષા કરી કેવું દુષ્ટ કમ પ્રારંવ્યું? હવે હું જમાઈને અને તમને મારું મુખ શી રીતે બતાવી શકું?” તે સાંભળી તેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust