________________ (344) જયાનંદ કેવળી ચરિત્ર. વિગ તેમને અત્યંત પીડા કરે છે, તે આ લેખથી તમે જાણશે.” એમ કહી તેમણે તેને લેખ આપે. તે લઈ કુમારે પોતાના મસ્તક પર ચઢાવી પિતૃવર્ગના વિયેગાદિકના સ્મરણથી ઉત્પન્ન થયેલા દુઃખાશ્રવડે આદ્ધ થયેલા તે લેખને ઉઘાડી આ પ્રમાણે વાં - ' “સ્વસ્તિ શ્રી સર્વજ્ઞ દેવને નમસ્કાર કરી વિજયપુરથી ભાઈ શ્રી વિજયાદિક સહિત શ્રી જયરાજ લક્ષ્મીના વિલાસવડે પ્રઢ (મોટા) મંદિરવાળા લક્ષમીપુર નગરમાં કુમાર શ્રી જયાનંદને આશ્ચર્યપૂર્વક નેહસહિત આલિંગન કરી ખબર આપે છે કેઅહીં અમારું કલ્યાણ (કુશળ) વી. છે. તારું કલ્યાણ અમને હર્ષ પમાડવા માટે તારે જણાવવું. બીજું કાર્ય એ છે કે હે વત્સ ! અમારા રાજ્યનું તું જીવિત છે. સિંહ જેમ ગધેડા સાથે જાય તેમ તું કેઈ ન જાણે એમ સિંહસારની સાથે ચાલ્યો ગયો છે, તે તે ખળને સંગ કરે તારે ચગ્ય નથી. વળી મોટી સંપત્તિ પામ્યા છતાં તું અમારું સ્મરણ કેમ કરતો નથી? જગતને તો એવો સ્વભાવ છે, પરંતુ તારી જેવા લાયક પુત્રને તે યોગ્ય નથી, કેમકે મહાપુરૂષ તે મેટાઈ પામીને પિતૃવર્ગને અધિક પ્રસન્ન કરે છે. શું ચંદ્ર ઉદય પામોને પોતાના પિતા સમુદ્રને ઉલ્લાસ નથી પમાડતો? તારા વિયોગને લીધે મહા કષ્ટવડે અમે દિવસે નિર્ગમન કરીએ છીએ, અને વૃદ્ધ બળદની જેમ અમે હવે રાજ્યધુરા વહન કરવાને શક્તિમાન રહ્યા નથી. તેથી હે વત્સ! મોટા બળદની જેમ તું અમને સહાય કરવાને યોગ્ય છે. માટે જે અમારાપર તારી ભક્તિ હોય તે અમને જોયા પછી તારે પાણી પીવું, અર્થાત્ પત્ર વાંચતાં જ અહીં આવવું.” - આ પ્રમાણે લેખને ભાવાર્થ જાણે અત્યંત દુઃખી થયેલા કુમારે વિચાર્યું કે“અહો! હું પિતૃવર્ગને દુઃખ આપનાર થયે. પણું અને પલવડે ગાઢ છાયાવાળા અચેતન વૃક્ષો પણ સારાં છે, કે જેઓ ઉનાળામાં સૂર્યના કિરણોથી તાપ પામેલા મુસાફરોને પ્રસન્ન કરે છે. હું તો સંપત્તિવ ઉન્નતિ પામ્યા છતાં પોતાના પિતૃવર્ગને વૃદ્ધાવસ્થામાં પણ સુખ આપનાર થયે નહીં, પરંતુ વિગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust