________________ (340) જયાનંદ કેવળી ચરિત્ર. ળવડે અતીત, અનાગત આદિ સર્વ હકીકત પ્રાયે કરીને યથાર્થ રીતે હું જાણું છું,” તે સાંભળી રાજાએ તેની પાસે બહુમાનથી ફળીદિક મૂકી પ્રથમ જેવા તેવા બે ત્રણ પ્રશ્નો પૂછી પછી તાત્વિક પ્રશ્ન પૂછો કે-“ અમે બન્ને ભાઈઓ માત્ર દેહથી જ ભિન્ન છીએ, અને મારે પહેલે સિંહસાર અને બીજે જયાનંદ નામે પુત્ર છે. પહેલા પુત્ર અન્યાયમાં પ્રવર્તતે હોવાથી તેને મેં બળાત્કારે દેશનિકાલ કર્યો છે. “શું પિતાના શરીરથી ઉત્પન્ન થયેલે પણ દુર્ગધી મળ ત્યાગ કરાતો નથી?” બીજા પુત્રને નૈમિત્તિકે રાજ્યને લાયક સર્વ ગુણવાળા કહ્યો છે. તેથી અમને બન્ને ભાઈઓને તથા બીજા સર્વ જનને તે પ્રાણથી પણ વધારે વહાલો છે. તેનું ક૯પવૃક્ષના અંકુરાની જેમ પ્રયત્નથી અમે રક્ષણ કરતા હતા, છતાં મિથ્યા પ્રેમ દેખાડનારા માયાવી મોટા ભાઈએ તે સરળને છેતર્યો, તેથી તે તેની સાથે કે ન જાણે તેમ પરદેશ ચાલ્યો ગયો છે. પછી અમે તેની ઘણું શોધ કરી, ત્યારે તે બન્ને કુમારે વિશાળપુરમાં છે એમ અમારા જાણવામાં આવ્યું. ત્યાં તે બન્ને કળાનો અભ્યાસ કરે છે એમ સાંભળી કેટલાક કાળ અમે તેમની ઉપેક્ષા કરી–સંભાળ લીધી નહીં. ત્યારપછી કેટલેક કાળે તેઓ ત્યાંથી કઈ બીજે ઠેકાણે ગયા તેની ખબર પડી નથી. અમને મોટા સિંહસારની કાંઈ પણ જરૂર નથી, પરંતુ જ્યાનદ કુમારની ઘણી જરૂર છે. તેથી તેને ચેતરફ શોધ્યો, પણ સમુદ્રમાં પડી ગયેલા રત્નની જેમ તે અમને પ્રાપ્ત થયે નહીં. તેથી અમે અત્યંત દુ:ખી છીએ, માત્ર નૈમિત્તિકનાં વચનથી ને મેળાપ થવાની આશાએ શ્વાસ લેવાવડે જીવીએ છીએ. સર્વ નિમિત્ત, શકુન, સ્વપન અને અંગનું ફરકવું વિગેરે તથા દેવતા વિગેરે પણ તેની કુશળતા અને મેળાપ વિગેરે કહે છે, પરંતુ હજીસુધી તેને પત્તો મળે નથી, તેમજ તેની શોધ પણ પ્રાપ્ત થઈ નથી. જે તે અહીં આવે તો અમે તેને રાજ્યપર સ્થાપન કરી વનમાં જઈ તપ કરીએ. સ્નેહને લીધે મારી સાથે જ તપ કરવાને ઈચ્છતે આ મારે નાનો ભાઈ રાજ્યને ગ્રહણ કરતા નથી, અને મારું તપ કરવાનું વય જતું જાય છે, તેથી અમે નિરંતર ખેદ પામીએ છીએ. ગયેલું દ્રવ્ય, કુટુંબ, પરિવાર, હસ્તી, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust