________________ અગ્યારમો સર્ગ. (339) સભામાં પ્રવેશ કરાવ્યો. તે સભાની ભૂમિ સુધર્મા સભા જેવી રત્નમય હતી, તેની ભીંત દેદીપ્યમાન સ્ફટિકમણિની હતી, તથા તે સભા જેનારને સર્વ પ્રકારે સુખ ઉપજાવે તેવી હતી. ત્યાં જય નામને રાજા અને વિજય નામને યુવરાજ જાણે સૂર્ય અને ચંદ્રના બે પિંડ હોય તેવા તેજસ્વી બન્ને ભાઈઓ સિંહાસન પર બેઠા હતા. દેવની જેવા ઉત્તમ અલંકાર અને શસ્ત્રને ધારણ કરનારા મંત્રી, સામંત, સેનાપતિ, મહેશ્ય, શ્રેણી અને પત્તિઓથી તેઓ સેવાતા હતા, છત્ર અને ચામરથી શોભતા હતા, ઉંચા આયુધવાળા અંગરક્ષકો તરફથી તેમનું રક્ષણ કરતા હતા. જાણે સંધર્મ ઈંદ્ર અને ઇશાન ઇંદ્ર એકઠા થયા હોય તેમ દિવ્ય આભૂષણો વડે તેઓ શોભતા હતા તથા વિવિધ દેશાંતરેથી તેમને મોટા પ્રાકૃત (ભેટર્ણ) આવ્યા કરતાં હતાં. આવી લક્ષમીવડે યુક્ત બન્ને ભાઈઓને તેણે જોયા. તે બ્રાહ્મણનું પ્રતિબિંબ ભીંતેમાં પડવાથી જાણે તે બંને ભાઈઓનું ઐશ્વર્ય જેવા માટે તેણે ઘણું શરીર ધારણ કર્યા હોય એમ લાગ્યું. આ બધું જોઈ. તેનાં નેત્રે વિસ્મયવડે વિકસ્વર થયાં. તેણે સભામાં પ્રવેશ કરી રાજાને આ પ્રમાણે યોગ્ય આશિષ આપી– - - “હે રાજન ! હમેશાં સર્વજ્ઞ દેવ તમારું કલ્યાણ કરે, સૂર્ય : આરોગ્ય આપે, ચંદ્ર લક્ષમી આપ, મંગળ શત્રુનો વિજય આપે, બુધ નિર્મળ બોધ આપ, બૃહસ્પતિ બુદ્ધિ આપે, શુક સિભાગ્ય આપે, શનિ સ્વામીપણું આપો, રાહ પ્રતાપને સમૂહ આપે, કેતુ. કીર્તિની શ્રેણિ આપો અને ગુરૂ સર્વ પ્રકારનાં સુખ આપ.” : - પછી રાજાએ ભૂકુટિની સંજ્ઞાવડે તેઓને આસન અપાવ્યાં, તે ઉપર તે બ્રાહ્મણ પરિવાર સહિત બેઠે. પછી રાજાએ તેને પૂછયું કે-“હે વિપ્ર ! તમે કયાં રહે છે? કયાંથી આવ્યા છે? કયાં જવું છે? અને શું જાણે છે?” બ્રાહ્મણે કહ્યું-“હું સુરંગપુરને રહીશ નિમિત્તિયો છું, દેશાંતરમાં ભ્રમણ કરતો કરતે તમને જોવામાટે અહીં આવ્યો છું, અને તમને જોવાથી હું મારી કળા બતાવી કૃતાર્થ થવા ઈચ્છું છું. શાસ્ત્રમાં કહેલા અષ્ટાંગ નિમિત્તાદિકના બ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust