________________ અગ્યારમે સગે. ( 337 ) જાણ્યો છે, અને અમે તે વાત વિનય અને ભકિતપૂર્વક કુમારને જણાવી પણ હતી, પરંતુ સ્વજનપણું હોવાથી ભદ્રિક ભાવવાળા કુમાર જેમ ચંદ્ર કલંકનો ત્યાગ નથી કરતો તેમ તેનો ત્યાગ કરતા નથી. તમે પણ તે દુષ્ટને માન્ય એટલે તમને પણ તેણે આપત્તિમાં નાંખ્યા છે. “વૃક્ષની જે શાખાપર કપોત બેસે છે, તે શાખા અવશ્ય સૂકાઈ જ જાય છે. તેથી જો તમે સ્વપરનું હિત ઈચ્છતા હો તો તે ઉત્તમ નરને શાંત કરો. અમે બધી રીતે વિચાર કરીને ભકિતથી જ તમારૂં હિત કહીએ છીએ. પરિણામે હિત કરનારી કડવી વાણું પણ માનવી જોઈએ; કારણ કે વ્યાધિને હરનારાં કડવાં ઔષધ પણ સેવવા લાયક હોય છે.” આ પ્રમાણેનાં પિતાની પુત્રીઓનાં વચન સાંભળી રાજાએ કહ્યું કે –“વગર વિચારે કરેલ પણ આ આરંભ માનાદિક કારણને લીધે એમને એમ જ મૂકી દેતાં મને લજજા આવે છે, તેથી હે પુત્રીઓ! જે તમે પિતૃભક્તિવાળી છે તો કોઈ પણ પ્રકારે તમારા પતિનું કુળાદિક પૂછીને મને કહો, કે જેથી સર્વ સારૂં થાય.” આવું પિતાનું વચન અંગીકાર કરી તે ત્રણે સ્ત્રીઓએ પતિ પાસે જઈ અત્યંત વિય, સનેહ અને ભકિતથી તેનાં કુળાદિક પૂછયાં. ત્યારે તે બોલ્યો કે–“મારે ભાઈ સિંહ તમને મારું કુળાદિક કહેશે.” ત્યારે તેઓ બોલી કે–“તેણે જ આ સર્વ અગ્ય કાર્ય કર્યું છે. તેથી હેપ્રિય!નહીં સાંભળવા લાયક એવા તે પાપીનું નામ પણ તમે શા માટે આપ છો ?" એમ કહી તેઓએ રાજા પાસેથી સાંભળેલો તેને સર્વ વૃત્તાંત કુમારને કહી બતાવ્યું. તે સાંભળી કુમારે વિચાર્યું કે –“અરે! શું આ આવો ખળ છે? આ પ્રમાણે સત્કાર કર્યા છતાં પણ તે દુષ્ટ આવી ચેષ્ટા કરી, તે હવે તેને દૂરથી જ તજી દે એગ્ય છે, અને પ્રિયાઓની વાણુ માનવા ચોગ્ય છે.” એમ વિચારી તે બે કે-“હે પ્રિયાઓ! જો એમ જ હોય તો તે ખળને દૂર કરો, અને આ ઔષધિ ગ્રહણ કરે. તેને કોઈ પુતળીના મસ્તકપર મૂકી તેને પૂછશે તો તે મારા સમગ્ર વૃત્તાંતને સમ્યકૃ 1 હેલું. 43 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust