________________ અગ્યારમે સર્ગ. (335) તેથી નિતિયુક્ત વાણીને જ કહો છો. તમારું વચન યુક્ત છે, અને હું તે સાંભળવા લાયક છું. તે પણ જેમ નેળીઓ ગતિવડે પાણીને વિનાશ કરે તેમ તે પાપી સિંહે તેવા વચનવડે મારું મન વિનાશિત કર્યું છે, તેથી મારું મન હવે કુમાર ઉપર સ્નેહને ધારણ કરતું નથી. તેથી જો તમે સ્વામીભક્ત હે તે જમાઈને પૂછીને તેનું કુળાદિક મને કહો કે જેથી મારું મન શુદ્ધ પ્રેમવાળું થાય.” ત્યારે પ્રધાને બોલ્યા કે –“ઉત્તમ પુરૂષો પિતાના મુખે પોતાનું નામ પણ કહેતા નથી તે તે પોતાનું કુળાદિક શી રીતે કહે? તેમાં પણ જે શૂરવીર હોય તે તો વિશેષે કરીને પિતાનું નામાદિક કહેતા નથી; તો પણ તમારી આજ્ઞા ઉલંઘન કરવા લાયક નહીં હોવાથી અમે તેની પાસે જઈને તેને કુળાદિક પૂછશું, અને જે તે કહેશે તો અમે તમને કહેશું.” એમ કહી તે પ્રધાન રાજને નમસ્કાર કરી કુમાર પાસે આવ્યા અને કુમારને નમસ્કાર કરી હાથ જોડીને બોલ્યા કે –“હે કુમાર ! તમે દુષ્ટ શત્રુઓને શિક્ષા કરનાર છે, અને પ્રકારના ગુરૂજનને વિષે ભક્તિવાળા છો, નમસ્કાર કરનાર ઉપર કૃપાળુ છો, આશ્રિતને વિષે વત્સલ છે અને જંગમ કલ્પવૃક્ષની જેમ સર્વે અથીઓને સર્વ મનવાંછિત આપે છે. તેથી હે કુમાર ! તમે તમારા પિતાનું નામ અને કુળ વિગેરે અમને કહો. આ અમારી પ્રાર્થનાને ભંગ કરશે નહીં. કેઈ દુષ્ટ રાજાના હૃદયમાં ભિન્નભાવ ઉત્પન્ન કર્યો છે, તેથી તમારૂં કુળાદિક કહેવાથી ભિન્નતા જતી રહેશે અને અમને સુખ થશે.” તે સાંભળી કુમારે કહ્યું કે–“હે પ્રધાને ! મેં કોઈની પ્રાર્થનાને ભંગ કર્યો નથી અને કરીશ પણ નહીં. તમારા હૃદયમાં તમે આનંદ ધારણ કરે. શત્રુના મૂળને કાપી નાંખનાર મારા હાથ જ યુદ્ધને વિષે મારા કુળને કહેશે; કેમકે સત્પરૂષો ફળવડે જ બોલે છે, પણ મુખવડે બોલતા નથી. સર્વ શત્રુઓને ક્ષય થશે અને તમારા જેવા મિત્રે સુખવડે વૃદ્ધિ પામશે. કેમકે આ યુદ્ધનું કર્મ ધર્મયુક્ત છે, માટે રાજા ભલે સત્ય અને શસ્ત્ર સહિત સજજ થઈને આવે, મારે તો મારા હાથ જ સૈન્ય અને શસ્ત્રરૂપ છે, તેથી હું તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust