________________ અગ્યારમો સર્ગ. (333) તરે છે તે જ માટીના લેપના સંગમથી જળમાં ડુબી જાય છે, તે જ પ્રમાણે મહાપુરૂષ પણ ખળના સંગથી આપત્તિનું સ્થાન થાય છે, અને કાંકરાથી છિદ્રવાળા કરેલા ઘડામાંથી જળની જેમ તેની પાસેથી લક્ષ્મી જતી રહે છે. તેથી હે સ્વામિન્ ! અસંભવિત બાબત બલવી ન જોઈએ, અને ડાહ્યા પુરૂષે તેવું વચન સાંભળવું પણ ન જોઈએ, તેમ જ સાંભળ્યું હોય તે તેને સત્ય માનવું ન જોઈએ, પરંતુ ગ્યાયેગ્યનો વિચાર કરવો જોઈએ. આવા ગુણવાળો જમાઈ નીચ કુળનો છે અને વધ કરવા લાયકે ચાર ઉંચ કુળને છે. આવી વાત પર કેણ સચેતન ( ડાહ્ય) મનુષ્ય શ્રદ્ધા કરે? અરે! આ જમાઈ તે વાસુદેવ કે વસુદેવ જે કેઈ અન્ય જ સંભવે છે, એમ હે સ્વામી! એના ગુણ, લક્ષણ અને ભાગ્યે જ કહી આપે છે. આ બાબત તમારી કુળદેવીએ જ પુષ્પવૃષ્ટિ અને આઘોષણા કરીને કહી બતાવેલ છે, તેને તમે વૃથા ન કરે. જેમ મનુષ્યને વિષે તમે રાજા શ્રેષ્ઠ છે, તેમ ગુણાને વિષે વિવેક જ શ્રેષ્ઠ છે, તથા દોષોને વિષે અવિવેક શ્રેષ્ઠ છે. તે શા માટે તમે વારંવાર મુંઝાઓ છે અને હે રાજન ! આ અયોગ્ય અવિવેક તમે શે આરંભે છે? આપ જાણો છો કે વિચાર વિના કરેલું કાર્ય જીવનપર્યત દુઃખકારક થાય છે. કહ્યું છે કે-- , - - - “ગુણવાળું કે ગુણરહિત કાર્ય કરતાં પંડિત પુરૂષે પ્રથમ યત્નથી તેના પરિણામને વિચાર કરવો જોઈએ. કેમકે અતિ વેગથી ( વિચાર્યા વિના) કાર્યો કરવામાં આવે તો તેને વિપાક (ઉદય) શલ્યની જેમ જીવિતપર્યત હૃદયને દાહ કરનાર થાય છે.” તથા–“સહસા (વિના વિચારે) કોઈપણ કાર્ય કરવું નહીં, કેમકે અવિવેક જ મોટી આપત્તિનું સ્થાન છે, અને વિચારીને કાર્ય કરનારને ગુણમાં લુબ્ધ થયેલી સંપદાઓ પિતાની મેળે જ આવીને વરે છે.” વળી હે સ્વામી! તમે યુદ્ધને માટે મોટો આરંભ કરે છે, અને તે તે લીલાએ કરીને ક્રીડા જ કરે છે. વળી તેના સુભટએ તમારૂં સૈન્ય ભાંગ્યું; તેથી પણ તેના ભાગ્યને નિર્ણય કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust