________________ અગ્યારમો સર્ગ. (331) પૂડલા પડી ગયા-ખવાયા નહીં, માટે હવે તે વાત ઉઘાડી થઈ તેથી તેને પ્રગટપણેજ મારવા ચોગ્ય છે.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ બખ્તરધારી હજારે સુભટોને મોકલ્યા, અને “સુતેલા કે જાગતા જમાઈને હણું નાંખો” એમ તેમને કહ્યું. ત્યારે તે સુભટે સર્વ સામગ્રી સહિત કુમારના મહેલ પાસે આવ્યા અને લોઢાના મુગરવડે તેના દરવાજાને ભાંગવા લાગ્યા, તેટલામાં ઉત્કટ બળવાળા કુમારના સુભટોએ દરવાજો ઉઘાડી હાથીઓ પાડાને રેકે તેમ તે રાજસુભટને રોક્યા. તેઓએ યુદ્ધ કરીને રાજસુભટોને પરાજિત કર્યા, એટલે તેઓ પ્રાત:કાળે નાશીને જેમ શિયાળ નિકુંજ (ઝાડી) માં પેસી જાય તેમ રાજમંદિરમાં પેસી ગયા અને બોલ્યા કે“હે સ્વામી! કુમારના સુભટેએ દૈવયોગથી અમારે પરાભવ કર્યો. સૂર્યના કિરણો શું અંધકારને નથી હણતા ?" આ પ્રમાણે સાંભળીને ક્રોધ પામેલા રાજાએ સંગ્રામની ભેરી વગડાવી અને સર્વ સૈન્યને એકત્ર કરી યુદ્ધ કરવા માટે તૈયાર કરી. અહીં પ્રાત:કાળે કુમાર પણ જાગ્રત થઈ પ્રાતઃકૃત્ય કરી પ્રિયાએની સાથે નિર્ભયપણે પાસાવડે કીડા કરવા બેઠે. તે વખતે તેની પત્નીઓએ કાનને ફાડી નાખે તે કટુ ધ્વનિ સાંભળી સૈન્ય સહિત રાજાના આવવાની સંભાવના કરી અને ભયથી જયાનંદકુમારને કહ્યું કે–“હે પ્રિય! ક્રીડા કરવાને આ સમય નથી, સમગ્ર સૈન્ય એકઠું કરે અને શત્રુની લક્ષ્મીને નાશ કરનાર શસ્ત્રને ધારણ કરે; કેમકે કપના આટોપથી ભયંકર થયેલ રાજા પોતે જ તમારો નિગ્રહ કરવા આવે છે એમ જણાય છે. પ્રથમ તો તમારા સુભટોએ તેના સુભટોને ભગ્ન કર્યા છે, પરંતુ સૈન્ય સહિત આવતા રાજા દુઃખે કરીને ભગ્ન થાય તેમ છે. તેમજ અમારા ચિત્તમાં ભય ઉત્પન્ન થવાથી અમારું મન કીડા કરવામાં આનંદ પામતું નથી.” તે સાંભળી કુમારે લીલા સહિત સ્મિતપૂર્વક કહ્યું કે -" . પ્રિયા ઓ ! સૈન્ય વડે ઉત્કટ બળવાળા રાજકુમારોને જેણે શસ્ત્ર વિના જ જીત્યા છે, તે મારા બંને હાથ જ રાજાને જીતવાને સમર્થ છે, માટે તમે નિર્ભયપણે ક્રીડા કરે.” તે સાંભળી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust