________________ (330) જયાનંદ કેવળ ચરિત્ર. - સિંહે વિચાર કર્યો કે–“વારંવાર મને મરણાંત આપત્તિઓ પ્રાપ્ત થઈ છે, તે આપત્તિઓ આ કુમારે જ દૂર કરી છે, તો મારે આથી અધિક પરાભવ કયો કહેવો? એજ મોટામાં મોટે મારો પરાભવ છે એમ હું માનું છું. આથી હું માનું છું કે-વિધાતાએ સર્વ પરાભવોનું બીજું કઈ સ્થાન નહીં મળવાથી પુણ્ય રહિત એવા મારે વિષે જ સર્વ પરાભવ નાંખ્યા છે, અથવા તો જીર્ણ થયેલી પ્રતિજ છિદ્રવાળી હોય છે.” અથવા તે આ કુમારને જ આ બધો પ્રપંચ લાગે છે. આટલા માટે જ તેણે મારો સત્કાર કર્યો છે અને મને સાવધ કર્યો છે. હવે પછી આ ધૂર્તથી ચેતીને ચાલવું કે જેથી તે મને છળી શકે નહીં.” આ પ્રમાણે વિચારી તે નીચ સિહે કુમારના ઉપકારને પણ અપકાર તરિકે માન્યા. સૂર્યના દેદીપ્યમાન પ્રકાશને પણ ઘુવડ અંધકારરૂપ જ જુએ એમાં આશ્ચર્ય નથી.” આ પ્રમાણે સિંહને સાવધ કરીને નિશ્ચિંત થયેલ કુમાર નિર્ભયપણે સુઈ ગયો. “સિંહ સુતો હોય તો પણ તે શું મૃગેથી ભય પામે?” પરંતુ તેની પ્રિયાઓ તો સાશંક હતી, તેથી તેઓએ કેટલાક સુભટોને બોલાવી તે મહેલના દરવાજા વિગેરે સારી રીતે રક્ષિત (બંધ) કરાવ્યા. અહીં રાજાના સેવકોએ તપાસ કરી રાજા પાસે આવી “કઈ શત્રુએ સિંહને માર્યો” એવા સમાચાર આવ્યા. તે સાંભળી રાજા ખેદ અને સંભ્રમ યુક્ત થયો. તેણે વિચાર્યું કે –“અહો ! આ શું થયું? દૈવ વિપરીત થયું. કાર્ય અન્યથા પ્રકારે પ્રારંવ્યું અને દેવે પરિણામ અન્યથા પ્રકારે કર્યું. ઘાત કરવા લાયક તે ધૂર્ત આવ્યા નહીં, અને જે પાળવા લાયક તથા મારે હિતકારક હતો તે મરાય. લેકમાં ગુપ્ત વાત જાહેર થઈ અને કાર્ય સિદ્ધ થયું નહીં. ગોત્રને વિનાશ કર્યો અને રાજ્ય શત્રુએ હરણ કર્યું. અભક્ષ્યના ત્યાગ રૂપ વ્રતને લેપ કર્યો અને જવરની શાંતિ થઈ નહીં. હાથ દાઝયા અને 1 ચામડાની પાણી ભરવાની મસક. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust