________________ (328) જયાનંદ કેવળી ચરિત્ર. વિનયાદિકને ધારણ કરતા તે કુમાર પણ તત્કાળ શવ્યાને ત્યાગ કરી જવાને તૈયાર થયો. તે વખતે તેની પ્રિયાએ નિપુણતાથી કહ્યું કે “હે સ્વામી! તમે નીતિશાસ્ત્ર જાણતા છતાં આટલી બધી સરળતા કેમ રાખે છે? અત્યારે વિચાર કરવાનો અવસર છે? તમને બોલાવવાને આ સમય હેય? પુરૂષ કે સ્ત્રીનું એકાંત સરળપણું પ્રશંસા કરવા લાયક નથી. તેનાથી કાંઈ પણ કાર્યસિદ્ધિ થતી નથી, પરંતુ અવશ્ય પશ્ચાત્તાપ જ થાય છે. કાંઈ પણ દુષ્ટ કારણ વિના અકાળે રાજાનું લાવવું હોય જ નહીં. અકાળે વૃક્ષેને પુષ્પને ઉગમ થાય તે શું કદાપિ અરિષ્ટ (ઉપદ્રવ) વિના થાય ? ચિત્તમાં જૂદું, વચનમાં જૂદું, ક્રિયામાં જૂદું અને ફળમાં જૂદું એ રીતે વેશ્યાજનની જેમ રાજાનું ચરિત્ર લોકમાં ન જાણી શકાય તેવું હોય છે, તેથી કોઈ પણ રાજા ઉપર વિશ્વાસ કરવો એગ્ય નથી. તેમાં પણ અમારા પિતાને વિષે તો વિશેષે કરીને વિશ્વાસ કરવા જેવું નથી. કારણ કે તે સર્વ ગુણ છતાં તેનામાં મોટા ત્રણ દોષ પ્રસિદ્ધ છે; તેથી કરીને તમારા સર્વત્ર માન્ય એવા આસિંહને મોકલે. અન્યથા નિરંતર આ પ્રમાણે પિષણ કરાતા તે કયે વખતે કામ લાગશે? અનુચર તેવા પ્રકારના સમયને માટે જ રાખવામાં આવે છે કે ઘાતથી રક્ષણ કરવા માટે તેને આગળ કરવામાં આવે. અગ્નિનો દાહ દૂર કરવા માટે જ હાથમાં કાષ્ઠને હાથલે ધારણ કરવામાં આવે છે.” આ પ્રમાણે નીતિમાર્ગને અનુસરનારી તેમની વાણીવડે પ્રસન્ન થયેલા કુમારે “રાજા કાંઈક વિચાર કરવા તેને અત્યારે બોલાવે છે” એમ કહી તે સિંહને જ મોકલ્યો. તે વખતે સિંહે વિચાર્યું કે -" જરૂર રાજા મને કુમારના ઘાત સંબંધી ઉપાય પૂછવા બોલાવતા હશે, તેથી તેને મારી ઈચ્છા પ્રમાણે માર્ગ બતાવીશ.” એમ વિચારી હર્ષથી અશ્વપર આરૂઢ થઈને તે ચાલ્યો. અર્ધ રાજમાર્ગે જતાં તેને પેલા છુપાયેલા અને પુરૂષેએ એક સાથે બે બાવડે વીંધી નાખે, એટલે તે તરતજ અશ્વપરથી નીચે પડ્યો. “બંધુના દ્રોહનું આ ફળ.” પછી તે બંનેએ જઈને તરત રાજાને કહ્યું કે–“તમે કહેલું કાર્ય અમે કર્યું છે.” તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust