________________ અગ્યારમે સર્ગ. (૩ર૭) લીધે. હું પણ બીજી ગતિ નહીં હોવાથી તેની પાસે રહ્યો છું. તે મને ઘણા માનપૂર્વક રાખે છે અને મારાપર અવિશ્વાસને લીધે ઘણું ઉપચારથી વશ કરેલા અને તે સર્વદા પિતાથી જૂદ પડવા દેતે નથી. આ પ્રમાણે તમારી આજ્ઞાને વશ થયેલા મેં તમને અત્યંત ગુપ્ત વાત પણ કહી છે. પરંતુ તેથી તેના પર તમારે કાંઈપણુ અપ્રસત્રતા કરવી યોગ્ય નથી. કેમકે-સગુણામાં કુળ જેવાતું નથી.” આ પ્રમાણે સિંહના મુખથી કુમારને વૃત્તાંત સાંભળી ભેદ, વિસ્મય અને ક્રોધથી વ્યાપ્ત થયેલા રાજાએ તેને બહુમાનથી રજા આપી, એટલે તે પણ પિતાનું વાંછિત સિદ્ધ થવાથી હર્ષ પામતો પિતાને સ્થાને ગયો. રાજા જૈનધમી હતું, છતાં તેને વિષે કાનની દુર્બળતા, વિચાર વિના કાર્યનું કરવાપણું અને સ્વચ્છંદતા એ ત્રણ દે રહેલા હતા; તેથી ક્રોધ પામેલા તે રાજાએ વિચાર્યું કે - “અરે! આ પાપી જમાઈએ મારી જેવા અનેકનાં કુળ વટલાવ્યાઅપવિત્ર કર્યા. મેં તેના કુળાદિકનો નિર્ણય કર્યા વિના રસ વૃત્તિથી તેને પુત્રીઓ આપી, અને તેની પંક્તિમાં ભેજન પણ કર્યું, એ અતિ ખેદકારક થયું છે. આ માયાવીએ પોતાનું ક્ષત્રવૈશ્રવણ નામ પ્રસિદ્ધ કરી ધૂની જેમ પદ્મરથ અને કમળપ્રભ રાજાને પણ છેતર્યા છે. જે આ નિંદ્ય વાર્તા બીજા રાજ્યોમાં પ્રસરશે તો તે રાજાઓ મારી હાંસી કરશે અથવા મારાં કુળનો ત્યાગ કરશે તેથી આજે જ રાત્રિમાં કોઈ પણ પ્રકારે ગુપ્ત રીતે તેને ઘાત કરવો યોગ્ય છે.” એમ વિચારી તે રાજાએ પોતાના ખાનગી બે પત્તિને બોલાવીને કહ્યું કે “આજે મધ્ય રાત્રીએ અવપર ચઢીને જે પુરૂષ રાજમાર્ગમાં નીકળે, તેને તમારે તત્કાળ મારી નાંખવો, અને આ વાત કઈ પણ ઠેકાણે તમારે પ્રકાશ કરવી નહીં.” આ પ્રમાણે રાજાની આજ્ઞા વિનાવિચારે અંગીકાર કરી કુતરાની જેમ તે બન્ને પત્તિઓ સાવધાનપણે રાજમાર્ગમાં છુપાઈને યેગ્ય સ્થાને રહ્યા. પછી મધ્યરાત્રીનો સમય થવા આવ્યો ત્યારે રાજાએ પોતાના પુરૂષ પાસે એકલા કુમારને અમુક વિચાર કરવાના મિષે બોલાવ્યા. એટલે સરળ સ્વભાવવાળો અને રાજાને વિષે વિશ્વાસ તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust