________________ અગ્યારમે સર્ગ. (35) તે કહેવા લાગ્યું કે-“જય રાજાને કૃપાપાત્ર એક મધુગીત નામને ચંડાળ કુળમાં ઉત્પન્ન થયેલે ગાયક છે. તેને સ્વર શર્કરા જે મધુર છે. તેને સુરગીત નામનો પુત્ર છે. તે પુણ્યના પ્રભાવથી બાલ્યાવસ્થાથી જ સૌભાગ્યવાન, શૂરવીર, બુદ્ધિમાન અને અતિ મધુર સ્વરવાળો છે. નીચ કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ તેનામાં સિભાગ્યાદિક ગુણોને સમૂહ કમળને વિષે સુગંધની જેમ સર્વને ઉલ્લંઘન કરે તે છે. તેને મારા પિતાએ પ્રસન્ન થઈને સર્વોત્તમ કળા ભણાવી, તેથી તે મારી પાસે જ ગીતગાન કરતો હતો અને હું તેને વાંછિત દાન આપતા હતા. બીજી પણ નાટ્યાદિક કળા ભણવાની ઈચ્છાવાળા તેણે ઘણુની પાસે પ્રાર્થના કરી, પરંતુ નીચ કુળને લીધે તેને કોઈએ ભણાવ્યો નહીં. તેથી દેશાંતરમાં જઈ કળા શીખવાની તેની ઈચ્છા થઈ; પરંતુ દ્રવ્ય વિના કઈ ભણાવશે નહીં એમ ધારી તેણે મારી પાસે ધન માગ્યું. ત્યારે મારા જ ઉપયોગમાં આવે તેવી કળાઓને આ શીખવાનું છે.” એમ વિચારી મેં તેને એક કટિ ધન આપ્યું. તે લઈ તે દેશાંતરમાં ગયે. અનુક્રમે વિશાલપુર ગયે. ત્યાં ગુરૂસેવાદિકમાં કુશળ એવો તે વિદ્યાવિલાસ નામના ઉપાધ્યાયને મારું આપેલું ધન આપી તેને વશ કરી લેકમાં પોતે ક્ષત્રિય તરીકે પ્રસિદ્ધ થઈ થોડા દિવસમાં તીવ્ર બુદ્ધિને લીધે સમ્યક્ પ્રકારે સમગ્ર કળાઓ શીખી ગયે. “ધન, બુદ્ધિ અને દંભથી શું સધાતું નથી?” તેમાં પણ પરદેશને વિષે તો તે ધનાદિક વિશેષ કરીને કાર્યસાધક બને છે. કહ્યું છે કે - એક યોગને અધ ભાગ દંભને આપ, બાકી રહેલા અર્ધમાંથી છ ભાગ મૃષાભાષાદિકને આપવા, છ ભાગ ધૃષ્ટતાને આપવા, બે ભાગ ક્રિયા અને વૈદ્યકને આપવા તથા એક ભાગ ભાંડચેષ્ટાને આપે. આવી જાતને વેગ આખી પૃથ્વીને વશ કરી શકે છે.” વળી તેણે કુશળતાથી કઈયેગી આદિકની સેવા કરી તેની પાસેથી ઈષ્ટ રૂપાદિક કરનારી ઔષધિઓ મેળવી. “ભમતાં ભમતાં શું સિદ્ધ ન થાય?” ત્યારપછી તે પરદેશમાં ભમતો ભમતો કળાઓ વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust