________________ અગ્યારમો સર્ગ. (33) વસ્તુનો વિયેાગ અને દુષ્ટ આપત્તિ એ સર્વે પાપરૂપી વૃક્ષનાં ફળો છે.” આ પ્રમાણે સિંહકુમારને વૃત્તાંત સાંભળી કૃપાળુપણાને લીધે કુમારે તેને કહ્યું કે –“હે બંધુ ! તું ખેદ ન કર. આ સંસારમાં આપત્તિ કેને નથી આવતી? આ રાજ્ય અને આ ધન જે કાંઈ મારૂં છે, તે સર્વ તારું જ છે એમ માન. જે લક્ષમી સ્વજનવડે ભેગવાય તે જ સાર્થક છે.” એમ કહી કુમારે ઔષધિના જળવડે તેના શરીરનાં સર્વ ઘણો દૂર કર્યા, અને તુષ્ટમાન થયેલા કલ્પવૃક્ષની જેમ તેણે તેને વસ્ત્ર અને અલંકાર વિગેરે આપ્યાં. હંસ જેવા તે કુમારે કાગડા જેવા તે સિંહને લેકમાં પોતાના ભાઈ તરીકે પ્રસિદ્ધ કરી સર્વ કાર્યમાં માનપૂર્વક તેને અગ્રેસર કરી પિતાની પાસે રાખે. “સર્વ વસ્તુ ધનાદિકવડે પ્રાપ્ત થાય છે, પણ ભાઈ પ્રાપ્ત થતું નથી.” એમ વિચારી ત્રણે પ્રિયાની અનુમતિ લઈ તે કુમારે તેને પોતાના દેશને અધિકારી કર્યો. કુમારે આપેલા માનથી અને ધનાદિકથી તે સિંહ વિલાસ કરતા હતા, છતાં પાશમાં પડેલા શિયાળની જેમ તે મનમાં અત્યંત દુઃખી થતા હતા. પિતાની આપત્તિઓનું સ્મરણ કરી અને કુમારની સંપત્તિઓને જોઈ તે સિંહ વષોઋતુમાં જવાસાની જેમ સૂકાતે હતો. સર્વ સંપત્તિ સહિત અને સર્વ પ્રકારના તેજવડે અતિ દેદીપ્યમાન તે કુમારને જોઈ જેમ ઘવડ સૂર્યના અસ્તને છે તેમ તે સિંહ કુમારના અસ્તને ઇચ્છતે હતો. તે દુષ્ટ વિચાર કર્યો કે“મારે સંપદા નથી, તો આની સંપદાને હું કેમ ન રૂં? વિશ્વાસ પામેલા અને વૃદ્ધિ પામતા શત્રુની કેણ ઉપેક્ષા કરે ? માટે કોઈ પણ પ્રકારથી આને ઘાત કરવો કે જેથી તેની સર્વ લક્ષમી મારા હાથમાં આવે. આ અભિલાષા પ્રાયે રાજાની સેવાથી જ સાધ્ય કરી શકાશે.” આ રીતે વિચારી તે સિંહ કુમારની સાથે રાજા પાસે જવા લાગે, અને અનુક્રમે તેણે રાજાને એવો પ્રસન્ન કર્યો કે જેથી તે એકલો પણ ગમે તે વખતે રાજા પાસે જવા લાગ્યો, પરંતુ તેના આવા દુષ્ટ અભિપ્રાય કેઈના જાણવામાં આવ્યા નહીં. “કાદવમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust