________________ અગ્યારમે સર્ગ. (૩ર૧) રાજાની આજ્ઞાથી આને હણવા માટે વધ્યભૂમિએ લઈ જઈએ છીએ. ચોરની એ જ ગતિ હોય છે, કારણ કે–પાપનું ફળ પ્રત્યક્ષ જ મળે છે. " તે સાંભળી કુમારે વિચાર્યું કે –“હું અહીં દાતાર શબ્દને ધારણ કરૂં છું, છતાં કો દરિદ્રી અને દુ:ખી આવી ચેરી કરે છે? આમાં તો મારે જ દેષ છે.” એમ વિચારી પૂર્ણ કૃપાળુ કુમારે તેને રાજસેવક પાસેથી મુક્ત કરાવી પોતાને ઘેર લઈ જઈ તેને સ્નાન ભજન વિગેરે કરાવ્યું. પછી અવસરે કુમારે તેને પોતાની પાસે બોલાવી પૂછ્યું કે -" તું કોણ છે? અને શા માટે ચોરી કરે છે?” તે સાંભળી કુમારને ઓળખી તેણે નીચું મુખ કર્યું અને ભયથી કાંઈ પણ બે નહીં. તે જાણું કુમારે અભયદાન આપ્યું, ત્યારે તે ગદ્ગદ્ સ્વરે બોલ્યા કે“મારૂં પાપીનું ચરિત્ર સાંભળવા લાયક નથી, તેથી હું શું કહું?” આ પ્રમાણે તેના સ્વરથી તથા રૂપથી તેને ઓળખી કુમારે તેને કહ્યું કે–“અહો! તું તો સિંહકુમાર છે ! અરે બંધુ! તારી આવી અવસ્થા કેમ થઈ?એમ કહી સ્નેહથી તેને આલિંગન કરી આ સન પર બેસાડી તેને કહ્યું કે “હે ભાઈ ! તારું પલ્લીનું રાજ્ય ક્યાં ગયું ? અને આ શરીર પર. આટલા બધા વ્રણ શાથી પડ્યા?” તે સાંભળી કાંઈક ધીરજ લાવી કપટમાં કુશળ એવા તેણે પોતાનો અપરાધ ગેપવતાં આ પ્રમાણે કહ્યું-(આ સ્થિતિએ પહોંચ્યા છતાં પણ હજુ કપટ છોડીને સત્ય વાત કહી શકાતી નથી!) “હે કુમાર ! તે વખતે રાત્રીએ તું દેવીના મંદિરમાં સુતે હતા, ત્યારે હું તારૂં યામિકપણું કરતો જાગતો હતો. તેવામાં મેં એક સિંહ આવતે જે તેને ત્રાસ પમાડવા માટે અને તારી રક્ષા કરવા માટે હું તેની પાછળ ઘણે દૂર સુધી ગયે. ત્યાંથી પાછા વળતાં હું ભૂલો પડ્યો, તેથી માર્ગને પામ્યા નહીં. છેવટ ચોતરફ ભમી ભમીને પ્રાતઃકાળ થયો ત્યારે માર્ગ સૂક્યો અને દેવીના મંદિરમાં આવ્યો. ત્યાં ચિંતામણિ રત્નની જેમ સ્થાપન કરેલા તને જે નહીં, ત્યારે તે આખા પર્વત પર મેં અને મારા સર્વ પત્તિ૪૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust