________________ (304) જયાનંદ કેવળી ચરિત્ર. ટ્ટા 4, ધનાસી 5 અને મલ્લી (માલવી) 6 એ છ છઠ્ઠા નટનરાયણ રાગથી ઉત્પન્ન થાય છે. ( કુલ 36 થઈ.) શ્રીરાગમાં માલવી રાગ ગુરૂ (મોટો) છે 1, વસંતમાં ઠાણ રાગ ગુરૂ છે 2, પંચમમાં પૂર્વિક રાગ ગુરૂ છે 3, ભૈરવમાં કેદારક રાગ ગુરૂ છે 4, મેઘ રાગમાં સાલિ રાગ ગુરૂ છે 5, તથા નટનરાયણમાં કલ્યાણ રાગ જીરે છે . આ છ ગુરૂ મળી કુલ 42 થાય છે. આ સર્વ ગીતશાસ્ત્ર ચાગ્ય કાળે ભણાયું હોય તો તે એગ્ય કાળે બોલી શકાય છે. હે રાજા!પ્રાયે કરીને ગીતને વિષે સ્તુતિ અને નિંદા બન્ને હોય છે. પરંતુ સજજનના મુખથી નિંદા નીકળતી નથી, તેથી તેને હું કહેતા નથી. તથા છતા અને અછતા ગુણનું કીર્તન કરવાથી સ્તુતિના બે ભેદ થાય છે. તેમાં અછતા ગુણનું કીર્તન વિવાહાદિકમાં કરાય છે, તથા નીચ જને અન્ય સ્થળે પણ અછતા ગુણનું કીર્તન ઈચ્છે છે; પરંતુ મૃષાવાદીને મોટો દેષ લાગતો હોવાથી સસ્તુરૂષ તેવા અછતાં ગુણનું કીર્તન કરતા નથી, છતાં ગુણ પણ બે પ્રકારના છે–સાધારણ અને અસાધારણ. તેમાં જે સાધારણ ગુણ છે તે તો પ્રાયે કરીને સર્વજનોને વિષે મળી આવે છે. તેવા સાધારણ ગુણનું વર્ણન કાવ્યપ્રકાશમાં આ રીતે કર્યું છે - નમસ્કાર કરતા કૈલાસાલય (શંકર) ના કપાળમાં રહેલા ત્રીજા નેત્રની કાંતિવડે જેના પગે લગાડેલા અળતાના રસની પ્રગટતા થઈ છે એવી ગરિભૂ (પાર્વતી) ના પગના નખની કાંતિ તમારૂં સદા રક્ષણ કરે. સ્પર્ધા કરવાથી જાણે દેદીપ્યમાન થઈ હોય એવી જે પાદનખની કાંતિવડે અત્યંત રૂઢ થયેલી શંકરના બે નેત્રની રક્તકમળના જેવી કાંતિ પણ તત્કાળ દૂર કરાતી હતી. તથા " પાર્વતીનું પહેલું વસ્ત્ર કાઢી નાંખેલું હોવાથી લજજાને લીધે તેણીએ પોતાના બે હસ્તકમળવડે જેનાં બે નેત્રો ઢાંકયાં હતાં એવા શંકરનું ત્રીજું નેત્ર કે જેને પાર્વતીએ ( ઢાંકવાના ઈરાદાથી) ચુંબન કર્યું હતું તે નેત્રને નમસ્કાર થાઓ.” ઈત્યાદિ. આવી રાગાદિક ચેષ્ટા તો સર્વ લેકમાં પમાય છે, તે એવી સ્તુતિવડે દેવમાં શું વિશેષ કહેવાય? ઉત્તમ પુરૂષોએ જે પ્રાણાતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust