________________ ( 312) જયાનંદ કેવળી ચરિત્ર. ખીરના ભજનને લાયક નથી, અને ઉંટ મણિના હારને યોગ્ય નથી, તેમ તું પણ રાજકન્યાને ચગ્ય નથી. તેથી તું આ કન્યાઓને ત્યાગ કરી એવી કઈ સ્ત્રીને ભજ, કે જેથી નટાદિકની જેમ કળાવડે દ્રવ્ય ઉપાર્જન કરીને તું સુખેથી જીંદગી ગુજારી શકે. અન્યથા તું અહીં માર્યો જઈશ.” આ પ્રમાણેનું તેનું વચન સાંભળી વામન ફોધ કરીને બે કે–“અરે ! સૂરપાળ! કેમ હજુ તે નિભંગી અને કળા રહિત એવા તારા આત્માને જાણતો નથી? જેમ તમે સર્વે કળાના વાદમાં અકિંચિત્કાર થઈ ગયા, તે જ પ્રમાણે રણસંગ્રામમાં પણ તમે મારાવડે નિર્જીવ થઈ જશે. આ મારી પ્રિયાઓ ઉપર તમારામાનો જે કોઈ કટાક્ષ કરશે, તેનાપર યમરાજે પિતાને ઘેર લઈ જવા કટાક્ષ કર્યો છે, એમ નિશ્ચય માનજો.” તે સાંભળી સૂરપાળ બોલ્યા કે –“જે તું યુદ્ધમાં પણ એવી હિંમત ધરે છે, તે તું શસ્ત્ર ગ્રહણ કર ને સામે આવી જા.” તે સાંભળી વામન અવજ્ઞાથી બે કે–“જે કદાચ પિતપોતાનાં શસ્ત્રસમૂહથી સંપૂર્ણ એવા વિષ્ણુ, શંકર, ઇંદ્ર, વિશ્વને અંત કરનાર યમરાજ અથવા બીજે કેઈ લેકપાળ મારી દષ્ટિ સન્મુખ યુદ્ધની પંડિતાઇનું અતુલ બળ પ્રસિદ્ધ કરીને ઉભું રહે, તે હું કાંઈક શસ્ત્ર ગ્રહણ કરૂં અને મારી ભુજયુગલનું બળ બતાવું. રે સુભટ ! અત્યંત વિકટ અને દુર્ઘટ એવા શસ્ત્રસમૂહના અભ્યાસથી ઉત્પન્ન થયેલા શ્રમના સમૂહવડે તૈયાર થયેલા મારી જેવાની સાથે યુદ્ધમાં જીતવાને શું તમે ઇચ્છો છો ? પરંતુ મારા એક પાદને પણ પ્રગટપણે સહન કરવાને ઈંદ્ર પણ સમર્થ નથી; તે તમારી જેવાને શે આશરે? તમારી જેવા સસલાઓ ઉપર હું શી રીતે શસ્ત્ર ગ્રહણ કરૂં? તમારી જેવાની સાથે તે મારી ભુજાજ શસ્ત્રરૂપ છે, મારું પરાક્રમ જ બખ્તર છે અને મારું ભાગ્ય જ સહાયભૂત છે. અરે ! હજુ સુધી તમે મને જાણ્યું નથી? તો તમે સર્વે એકઠા મળી બખ્તર પહેરીને સાજી થઈ જાઓ, અને યુદ્ધ માટે શસ્ત્ર ગ્રહણ કરે. તમને હું યુદ્ધનું તુક બતાવું.” આવી * 1 કાંઈ પણ ન કરી શકે તેવા. .P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust