________________ (316) જયાનંદ કેવળી ચરિત્ર દેશે, તે પછી તે જમાઈને શી રીતે તમે તમારૂં મુખ દેખાડી શકશે? શસ્ત્ર રહિત એવા એકલા એણે આ પ્રમાણે સૈન્ય સહિત સર્વ કુમારને પરાજય કર્યો, તે તેની પાસે ઈદ્ર પણ શા હિસાબમાં છે? આવી કળા અને બળના વિસ્તારવાળે વર કન્યાઓના ભાગ્યથી જ મળેલ છે, તે શા માટે મોહથી હર્ષને સ્થાને ખેદ કરો છે? વળી આવું શૈર્ય, આવી કળાઓ, આવું દાન અને આવી કૃપા વિગેરે ગુણે વામનને વિષે સંભવતા નથી, કેમકે આકૃતિ વિના ગુણ હોઈ શકે નહીં. તેથી જરૂર આ કોઈ દિવ્ય પ્રકૃતિવાળે મહાપુરૂષ જણાય છે, તે ઈચ્છા પ્રમાણે વિદ્યાદિકની શક્તિવડે જુદાં જુદાં રૂપે કરી પૃથ્વી પર કીડા કરતો હોય એમ અમને ભાસે છે. વળી તમારી કુળદેવતાએ પણ ઘેષણપૂર્વક તેના પર વારંવાર પુષ્પવૃષ્ટિ કરી અમારા તને મજબૂત કર્યો છે. તેથી જે તેની પ્રાર્થના કરવામાં આવે તે તેણે કળા પ્રગટ કરી તેમાં પોતાનું સ્વાભાવિક રૂપ પણ દાક્ષિણ્યતાથી પ્રગટ કરશે, માટે તે બાબતની પ્રાર્થના કરે.” - આ પ્રમાણે નીતિમાર્ગને અનુસરનારી અને પરિણામે હિતકારક એવી પ્રધાનની વાણી અંગીકાર કરી રાજાએ તત્કાળ વિજયના વાજિત્ર વગડાવ્યા, અને પ્રધાનાદિક સહિત તે વામનની સન્મુખ ચાલ્યા, તેટલામાં બંદીજન જેના ગુણની ઘોષણા કરતા હતા અને ગાયકે જેના ગીત ગાતા હતા તથા જે તેઓને મહાદાન આપતા હતા એવા તે વામને તત્કાળ રથ પરથી ઉતરી શ્વસુરને પ્રણામ કર્યા. રાજાએ પણ તેને આશીર્વાદ આપી આલિંગન કર્યું. પછી રાજાએ સુવર્ણના આસન પર બેસી વામનને પોતાની પાસે બેસાડ્યો અને બીજા સર્વ સભાસદો પિતાપિતાને ગ્ય સ્થાને બેઠા. પછી રાજાએ વામનને સારી રીતે વિજય કર્યાના સમાચાર પૂછયા. * ત્યારે વામન બોલ્યો કે “હે ભૂપતિ! કળાને વિષે અને યુદ્ધને વિષે હું કાંઈ જ નથી, પરંતુ મારા હૃદયમાં જે સમર્થ મંત્ર રહ્યો છે, તે જ શ્રી પરમેષ્ઠી મંત્રે આ સર્વને પરાજય કર્યો છે જે હૃદયમાં શ્રી પંચપરમેષ્ટી મંત્ર રહેલો હોય તે સર્વ ગ્રહો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust