________________ દશમો સર્ગ. ( 365) લાગતા હતા. પછી તે વામને ચંપાળકુમારને રથ ભાંગી ધનુષ્ય છેદી શસ્ત્રવડે તેનું માથું અને મુખ મુંડી નાખ્યું. તે પણ તે ચંડાળે શૂરવીર હોવાથી ખ ગ્રહણ કરી વેગથી કુદકા મારી વામનના રથ પાસે આવી તેના પર ખર્કનો ઘા કર્યો. તરત જ વામને તેને ઘા છેતરી તેના હાથમાંથી ખ ખુંચવી લઈ મુષ્ટિના પ્રહારવડે તેને મૂર્શિત કરી તેના જે વસ્ત્રો વડે તેને બાંધી લીધો. ત્યારપછી દારથ નામના વિર રાજપુત્રે વામનને યુદ્ધ કરવા બોલાવ્ય; એટલે તે બન્નેએ બાણો વડે એક બીજાને આચ્છાદન કરતાં ચિરકાળ યુદ્ધ કર્યું. છેવટે વામને શસ્ત્રવડે તેનું પણ મસ્તક મુંડી નાખ્યું. તેથી લજજા પામી તે નાશી ગયે. ત્યાર પછી રણબળ નામને રાજકુમાર યુદ્ધ કરવા આવ્યો. તેની પણ વામને તેજ ગતિ કરી. એ રીતે વામને સાતે કુમારને નસાડી દીધા. એટલે બાકી રહેલા કુમારએ વિચાર્યું કે –“જે આ વામન યુદ્ધમાં અમને હણે તે તેની સાથે યુદ્ધ કરવાથી પાછળ રહેલા અમારા વંશજેને કાંઈ વધારે ગરાસ મળે તેમ નથી, અને તેવા પ્રકારની કાંઈ કીર્તિ પણ મળવાની નથી, તો ફોગટ શા માટે અમારે મરવું જોઈએ?” એમ વિચારી તે સર્વ કુમાર સૈન્ય સહિત ત્રાસ પામી નાશી ગયા; કેમકે સર્વને જીવવાની ઈચ્છા પ્રબળ હોય છે. પછી વામને સૈન્ય સહિત તે સર્વને આશ્વાસન આપ્યું. તે વખતે રણસંગ્રામ જેવા આવેલા વ્યંતરોએ વામન ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ' આ પ્રમાણે સર્વ કુમારને પરાજય અને વામનને વિજય જેઈ દુબુદ્ધિવાળો અને સ્વતંત્ર વિચારવાળો શ્રીપતિ રાજા પોતે સર્વ સૈન્ય સહિત યુદ્ધ કરવા તૈયાર થયે. તે જોઈ તેના હિતેચ્છુ પ્રધાનેએ તેને કહ્યું કે “હે રાજન ! વિચાર્યા વિના ઉદ્ધતાઈ કરીને મૂર્ખાઈથી મરવાને કેમ ઈચ્છે છે અને સૈન્યને સંહાર કરાવવા કેમ તૈયાર થયા છે? આ વામનની પાસે આખા જગતના સુભટ તૃણ સમાન છે. તમે સૈન્ય સહિત આ વામનથી હણશે, તે તેમાં તમારી શી કીર્તિ થશે, અને જે કદાચ પકડીને જીવતા મૂકી 1 દાઢી મૂછના વાળ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust