________________ (318) જ્યાનંદ કેવળી ચરિત્ર. પુત્રીના પાણિગ્રહણ પર્યત તેનું મોટું, ઉદાર અને આશ્ચર્યકારક સમગ્ર ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળી આખી સભા વિશેષ કરીને હર્ષ અને આશ્ચર્યમય થઈ અને “કોઈ સામાન્ય માણસે આપણે પરાજય કર્યો નથી.” એમ વિચારી સર્વ કુમારે હર્ષ પામ્યા. પછી તેઓ સર્વ એકઠા થઈ બેલ્યા કે–“ હે અલક્ષ્ય રૂપવાળા કુમાર ! તમે વિશ્વમાં અદ્ભુત છતાં અમે અજ્ઞાનથી તમારે અપરાધ કર્યો છે તે ક્ષમા કરજે.” તે સાંભળી કુમારે પણ તેઓની પાસે પિતાને અપરાધ ખમાવ્યો. એ રીતે સર્વેને પરસ્પર પ્રીતિ થઈ, કન્યાઓ પણ આ સર્વ વૃત્તાંત જાણે અદ્વૈત આનંદ પામી. રાજાએ પિતાના મહેલમાંજ એક ચિત્રશાળામાં કુમારને બહુમાનથી કેટલેક પરિવાર આપીને રાખ્યો. પછી અવસરે રાજાએ કન્યાઓનું પાણિગ્રહણ કરવા માટે કુમારને વિનંતિ કરી, ત્યારે તે બે કેમારે સ્ત્રીઓનું કાંઈ પ્રયોજન નથી, કેમકે મારે ઘણું સ્ત્રીઓ છે. કળામાં અને યુદ્ધમાં જે મેં વિજય કર્યો છે તે માત્ર કેતુકને માટે જ કર્યો છે. વળી મારૂં કુળ અને શીળાદિક જાણ્યા વિના મને તમારે પુત્રીઓ પરણાવવી યોગ્ય નથી, પરંતુ કોઈક કળાવાન રાજપુત્રને તે કન્યાઓ તમે આપ, અને ચિરકાળ સુધી કળામાં કરેલા તેમના પરિશ્રમને કૃતાર્થ કરે.” તે સાંભળી રાજાએ કહ્યું કે–દેવીએ જ “સારૂં વરી, સારૂં વરી” એવી ઘોષણાપૂર્વક તમને જ એ કન્યાઓ આપી છે, અને તમારું કુળ તથા શીળ પણ તે દેવીએ જ કહ્યું છે, તેથી આ મારી પ્રાર્થના વૃથા ન કરો.” આ પ્રમાણે કહી બળાત્કારે પાણિગ્રહણ કરવાનું અંગીકાર કરાવી રાજાએ સારા લગ્નને દિવસે વિવિધ ઉત્સવપૂર્વક તેને વિષેજ રાગવાળી ત્રણે પુત્રીઓને તેની સાથે પરણાવી. તેની પહેરામણીમાં (દાયજામાં) રાજાએ તેને દેશ, હાથી, ઘોડા, રથ અને પત્તિઓ તથા સર્વ સામગ્રી સહિત સુંદર મહેલ આપે. તે મહેલમાં નવી પરણેલી અને નવા નેહવડે મનોહર એવી તે ત્રણે પ્રિયાઓ સાથે વસતો તે કુમાર સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગે તેમજ ગુરૂ અને દેવ વિગેરે સાતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust