________________ (314) જયાનંદ કેવળ ચરિત્ર. કાખમાં, બે સ્કંધ ઉપર અને બે પગની અંદર બબેને રાખી ત્યાંથી કુદી શીધ્રપણે તે ત્રણે સ્ત્રીઓ પાસે જઈ તેમને થાપણની જેમ તે છે કુમાર સોંપ્યા. તે સ્ત્રીઓએ પોતાના વામન પતિના આદેશથ પોતાની દાસીઓ પાસે તે છએને દઢ બંધનથી બંધાવી શીતળ ઉપચાર કરાવીને સાવધ કર્યો. આ રીતે તે છ કુમારે પકડાયા તેથી તેમનું સૈન્ય ચોતરફ ભાગી ગયું. કારણ કે –“સર્વ કોઈને પિતાના પ્રાણ વહાલા હેાય છે.” - હવે શ્રીપતિ રાજા કે જે પિતાની કન્યાઓને આ પતિ થવાથી ખેદ પામતા હતા, તેણે પ્રથમવામનને હણતા રાજકુમારની hઉપેક્ષા કરી હતી, પરંતુ જ્યારે તે છ કુમારે પકડાયા, ત્યારે તે રાજાએ શસ્ત્રોથી ભરેલા રથમાં રહેલા પિતાના સેનાપતિને સાર સૈન્ય સહિત તે કુમારના સૈન્ય સાથે જોડી દીધો. તે વખતે ચડપાલાદિક કુમારો રાજાની સહાય મળવાથી પિતપોતાના સૈન્ય સહિત ફરીથી ક્રોધવડે યુદ્ધ કરવા લાગ્યા. નટ ભાલાને ફેરવે તેમ વામને પણ પિતાના શરીરની ચોતરફ એવી રીતે સ્તંભને ફેરવ્યા કે જેથી તેના શરીરને એક પણ શસ્ત્ર વાગ્યું નહીં. એ રીતે શત્રુનાં શસ્ત્રોને કાપતાં તે વામને સેનાપતિ સુધી જઈ તેના પગ પકડી તરફ જમાડી આલાનથંભની જેમ તેને ક્યાંક ઉડાડી દીધે. તે બહુ દૂર પડીને પૃથ્વીના આઘાતથી મૂછ પામે. તેની તત્કાળ પિતાના પુરૂષ પાસે વામને ચિકિત્સા કરાવી. પછી તે વામને તેના જ શસ્ત્ર ભરેલા રથમાં બેસી હાથમાં ધનુષ્ય ગ્રહણ કરી તે રથ સારથી પાસે શીધ્રપણે શત્રુના સૈન્યમાં ભમાડ્યો. તેના ઉપર બળના ગર્વથી ઉદ્ધત થયેલા અને ગર્જના કરતા ચંડાલ વિગેરે કુમારએ બાણાની વૃષ્ટિ કરી તેને તત્કાળ રૂં; એટલે તેણે પણ દૂર સુધી પહોંચે તેવા બાવડે હાથીઓ અને સુભટના સમૂહોને વીંધતાં ચિરકાળ યુદ્ધ કર્યું. એકી સાથે છાતીમાં, તે વામનના બાણેથી વીંધાયેલા શત્રુદ્ધાઓ હાથી પાસે બકરા જેવા ..' 1 કુમારે વામનને હણે છે તે ઠીક થાય છે એમ ધારી રાજા પોતે છે. રહ્યો હતો. હાથીને બાંધવાનો ખીલે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust