________________ દશમે સગે. ' ( 307) તે સર્વ સભા જાણે સુતી હોય અને જાણે શાપથી પરાભવ પામેલી હોય તેવી શૂન્ય થઈ ગઈ. તે વખતે પ્રથમની જેમ જેમણે પોતાના કાન બંધ કર્યા હતા એવી દાસીઓએ પ્રથમથી આપસમાં સંકેત કર્યા પ્રમાણે રાજા વિગેરે સર્વના શસ્ત્રો અને પહેરેલા અલંકારે પણ કાઢી લઈ એક ઠેકાણે ગુપ્ત રીતે મૂકી દીધા; તથા પ્રથમના સંકતથી હજામોએ આવી તે વામનની મશ્કરી કરનાર પાંચ મુખ્ય કુમારનાં મસ્તક પણ મુંડી નાંખ્યા, પણ કેઈએ કંઈ પણ જાણ્યું નહીં. તે જ રસ કહેવાય કે જેમાં બીજું કાંઈ પણ જાણી શકાય નહીં.” પછી જ્યારે તે વામન ગાઈને વિરામ પામે, ત્યારે સભાસદોએ તે સર્વ વૃત્તાંત જાણું હર્ષવડે ઉંચે સ્વરે ઘોષણા કરી કે “વામન જી વામન જી.” જય જય શબ્દથી વૃદ્ધિ પામતો જયવાજિત્રને નાદ પણ તે વખતે થયે. પછી વામને પિતાને જીતી લીધી જાણી ગીતસુંદરી પણ તત્કાળ તેને વરી. તે વખતે વામન અને કન્યાના મસ્તકપર પુષ્પવૃષ્ટિ કરી રાજાની કુળદેવીએ પ્રથમની જેમ આકાશવાણ કરી. ઢાંકેલા કાનવાળા તે હજામે પ્રથમથી જ નાશી ગયા હતા, તેથી મનુષ્યના હાસ્યવડે પિતાના મસ્તક મંડેલા જાણું તે પાંચે કુમારે લજજા પામી નાશી ગયા. રાજાદિકે પણ પ્રથમની જેમ દાસીઓને ઘણું ધન આપી તેમની પાસેથી પોતાનાં શસ્ત્ર અને અલંગ કારે પાછાં ગ્રહણ કર્યા. દાસીઓએ પણ ધનપ્રાપ્તિથી પ્રસન્ન થઈ વામનને આશીષ આપી. પછી રાજાએ વિચાર્યું કે –“આ બે કન્યાને તે વામન પરણશે; તેથી દેવગે તે બન્નેને વિડંબના અને મને લઘુતા પ્રાપ્ત થઈ છે; પરંતુ હવે આ મારી એક પુત્રીને કોઈપણ પ્રકારે કઈ રાજપુત્ર પરણે તો મારા હૃદયમાં કાંઈક શાંતિ થાય.” એમ વિચારી રાજાએ પ્રતિહારને આજ્ઞા આપી, એટલે તેણે પ્રથમની જેમ ઉંચો હાથ કરી કોળાહળને બંધ કરી ઉંચે સ્વરે કહ્યું કે –“હે રાજપુત્ર! સાંભળે. તમે ઘણા છતાં આ બે કન્યાએ પ્રતિજ્ઞાના વશથી વામનને વરી છે, તેથી તમારો પરાભવ થયો છે અને તમારે શરમાવા જેવું થયું છે. તો હવે તમારામાંથી કોઈ પણ નાદકળાથી આ નાદસુંદરીને જીતી તેની સાથે પાણિગ્રહણ કરો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust