________________ (306) જયાનંદ કેવળ ચરિત્ર. તથા કયાં અને કેવી તેની સ્થિતિ છે ?" તે જોવા માટે જેના ઉદરમાં પ્રવેશ કર્યો, તે જગન્નિધિને નમસ્કાર થાઓ.” આ પ્રમાણે સમુદ્રમંથન અને રામના ધનુષ્ય વિગેરેના સંબંધમાં પણ કલ્પિત ગુણની સ્તુતિ જાણું લેવી. આવી સ્તુતિ પણ સત્પરૂએ મૃષાવાદનો દોષ લાગે તેથી કરવા લાયક નથી. જિનેશ્વરનાં વચનના તત્ત્વને જાણનાર કે પુરૂષ મિથ્યાષ્ટિના શાસ્ત્રવડે મેહ પામે ? જે તર્ક કરતાં યુકિતને સહન કરતું ન હોય અથવા અનુભવ અને પ્રમાણથી બાધ પામતું હોય, તેવા શાસ્ત્રમાં દષ્ટિરાગથી મૂઢ થયેલા મનુષ્ય વિના બીજે કણ હિતાથી બુદ્ધિમાન આનંદ પામે? તેથી જે અકલ્પિત અસાધારણ ગુણ હોય તે જ સ્તુતિ કરવા લાયક છે. તેવા ગુણો સામાન્ય સંસારી જીવેદમાં અને વિશેષે કરીને મિથ્યાદષ્ટિ જીવમાં હોતા નથી, પરંતુ ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય યુક્ત અને સર્વ દોષ રહિત એવા અરિહંતને વિષે અને શ્રી સંઘને વિષે જ તેવા ગુણો હોઈ શકે છે, અન્યત્ર હોતા નથી. છ કાયના જીવનને વિષે દયા, સમ્યગ જ્ઞાન, રાગ રહિતપણું અને અઢાર દેષનો ત્યાગ એ સર્વ અરિહંતના ધર્મ વિના બીજે કયાં હોય? તેથી કરીને હે રાજન ! જિનેશ્વર અને શુદ્ધ ગુરૂના ગીતનું ગાન કરી હું મારી જીવ્હાને અને સભાસદોના કર્ણને પવિત્ર કરૂં છું તે સર્વજને આદરપૂર્વક સાંભળો - આ પ્રમાણે કહી ઈર્ષાળુ રાજકુમારોની વિવિધ પ્રકારની ઉપહાસની વાણીને પ્રથમની જેમ અનાદર કરી પોતે પ્રથમ દાનવડે વશ કરેલી સર્વ ઈચ્છિત સામગ્રીએ કરીને તે વામન સાવધાનપણે યત્નથી ગાવા લાગ્યું. તે ગાતો હતો ત્યારે સભાસદોએ હાહા અને હૂહૂ નામના દેવગાયકને અને તેમનું ગીત સાંભળનાર દેવને પણ આની પાસે તૃણ સમાન ગણી કાઢ્યા. તે વામનના ગીત વખતે કોઈ માણસ કાંઈ પણ બોલતે નહોતો, કઈ કાંઈ પણ અન્ય આશ્ચર્યને જોતો નહોતો અને કોઈ કાંઈ પણ બીજું ધ્યાન કરતો નહોતો, માત્ર એક તેના ગાનનું શ્રવણ કરવાથી સર્વ જનો એકેન્દ્રિય જેવા થઈ ગયા હતા. તેના ગીતને રસ સવેના ગીતને ઓળંગી ઉત્કૃષ્ટ કેટિને પામ્યા, ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust