________________ દશમ સર્ગ. (30) ત્યારે પ્રતિહાર પ્રથમની જેમ તુમૂલનો નિષેધ કરી ઉંચે સ્વરે બેલ્યો કે–“હે રાજપુત્રો ! તમારામાંથી કોઈ પણ તપોનિધિ (પુણ્યશાળી) પોતાની ગીતકળાવડે ગતસુંદરીને જીતી તેની સાથે પાણિગ્રહણ કરે.” તે સાંભળી ગતકળામાં વિદ્વાન રાજપુત્રો પિોતપિતાની સામગ્રી સહિત અનુક્રમે જિનધર્મને અનુસાર ગીતગાન કરવા લાગ્યા. તેઓએ જ્યારે જ્યારે ગીતવડે જે જે મનહર રસનું પષણ કર્યું, ત્યારે ત્યારે તે તે રસના ભાવને જાણનારા સર્વ સભ્ય તન્મયપણાને પામ્યા. તેમના ગીતરસમાં લીન થયેલા વિદ્વાનોએ ક્ષુધા, તૃષા, શીત અને આતપ વિગેરેથી ઉત્પન્ન થયેલી કાંઈ પણ વેદના અનુભવી નહીં. ખરેખ રસ એ જ અનુભવ કરાવનાર હોય છે.” ચઢતા પ્રકર્ષવાળા રસવડે તેઓ સર્વે અનુક્રમે ગાયન ગાઈને વિરામ પામ્યા, ત્યારે રાજાના આદેશથી ગીતસુંદરી પિતાની સામગ્રી સહિત ગાવા લાગી. તે ગાતી હતી ત્યારે તેના ગીતના રસથી આખી સભા જાણે નિદ્રાવશ થઈ ગઈ હોય તેમ સ્તબ્ધ બની ગઈ. તે વખતે પૂર્વે સંકેત કરી રાખેલી દાસીઓ કે જેઓએ (ગીત નહીં સાંભળવાના ઈરાદાથી) તેની પોતાની ઉપર અસર ન થવા માટે પ્રથમથી જ કાન ઢાંકી રાખ્યા હતા, તેમણે રાજા વિગેરે સર્વના હાથમાંથી ખદિક શસ્ત્રો ગ્રહણ કરીને કોઈ એક સ્થાને ગુમ મૂકી દીધા. તેની કોઈને ગીતના રસમાં ખબર પણ પડી નહીં. છેવટ ગીતસુંદરી ગીત ગાઈને વિરામ પામી, ત્યારે તેઓએ લજજા પામી પોતાના હથિયાર પિતાની પાસે ન હોવાથી માગ્યા, એટલે હાસ્ય કરતી દાસીઓએ પિતાને ઇનામ આપવાનું કબૂલ કરાવીને તેમને તેમનાં શસ્ત્રો પાછાં આપ્યાં. પછી “આ ગીતસુંદરીએ સર્વ રાજપુત્રોને જીતી લીધા” એમ સર્વ સભ્ય બોલ્યા, અને વાજિત્રના ઘોષ સહિત જય જય શબ્દ પ્રસર્યો. ત્યારપછી વરની પ્રાપ્તિ ન થવાથી ખેદ પામેલા રાજાએ પ્રથમની જેમ ઉપાધ્યાયને પૂછયું, ત્યારે તેણે આદર સહિત વરમાળા યુક્ત વામનને દેખાડ્યો. ત્યારે પ્રથમની જેમ વિચાર કરી રાજાએ તેને કહ્યું કે –“હે વામન ! જે તું ગીતકળા જાણતો હોય તો - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust