________________ દશમો સર્ગ. (299) જ તે આવો ભ્રાંતિવાળો ભાવ બતાવ્યો છે એમ હું માનું છું; પણ આ સભામાં તે સર્વે મૃગલાઓ જેવાજ જણાય છે. આવા સૂક્ષમ ભાવને જ્ઞાતા કોઈ સંભવ નથી.” આવું તેનું વચન સાંભળી સભ્યજનોએ વિચાર્યું કે-“આ ઉપાધ્યાયે જ શિષ્યાદિકના અનુગ્રહ માટે આની પાસે આવું વચન બોલાવ્યું છે, પરંતુ આને વિષે તેવા જ્ઞાનનો અસંભવ છે. " આ પ્રમાણે પોતાની ભૂલને વામને નિર્વાહ કરવાથી તે કન્યા તુષ્ટમાન થઈ અને મિતપૂર્વક મુખને મને રડી આગળ નૃત્ય કરવા લાગી. તેમાં નિપુણ એવી તેણીએ ભાલાના અગ્રભાગપર પુષ્પ મૂકી ડાબા જમણા બાર કરણવડે નૃત્ય કર્યું. આ કળાએ કરીને તેણીએ સર્વ રાજકુમારોને જીતી લીધા તેથી વાજિત્રના નાદવડે વૃદ્ધિ પામેલો જય જય શબ્દ થયે. ત્યારપછી વરની ચિંતાથી વ્યાકુળ થયેલા રાજાએ ઉપાધ્યાયને પૂછ્યું કે-“તમારા છાત્રામાં હવે કઈ પણ પરીક્ષા કર્યા વિનાને બાકી રહ્યો છે ?" ત્યારે વામનના દાનથી પ્રસન્ન થયેલા ઉપાધ્યાયે વામનને દેખાડ્યો. “દાન એ ઉત્તમ વશીકરણ છે. તે જોઈ રાજાએ વિચાર્યું કે “આ કુરૂપને વિષે અતિશયવાળી કળાને સંભવ જણાતો નથી; અને કદાચ હોય તો પણ તેવી કળાવડે મારી પુત્રીને તે ન જીતે તે ઠીક; કેમકે જે તે જીતે તો તેને કન્યા આપવી પડે એટલે આવા વામન પતિવડે આ કન્યાની વિડંબના ન થવી જોઈએ. તો પણ ભલે આશ્ચર્યની વૃદ્ધિ થાય. એને કરવા તે ઘો, કેમકે મનમાં શંકા રહી જાય છે. તે શલ્યરૂપ થાય છે અથવા તે શલ્ય સહન કરી શકાય છે, પણ અસંભવિત વિષયને સંદેહ સહન થઈ શક્યું નથી. તેમાં પણ આ સંદેહ તે પંડિતનાં વચનમાં ઉત્પન્ન થયે છે, તેથી તે તે અતિ દુઃસહ છે.” એમ વિચારી રાજાએ તેને કહ્યું કે -" વામન ! જે તે કાંઈ જાણતા હોય તે તારી નૃત્યની કળા દેખાડ. તારી કળા જેવા માટે આ સર્વ સભાસદો ઉત્સુક છે.” તે સાંભળી ભૂખ્યા માણસને ખીરના ભોજનના નિમંત્રણ જેવા તે રાજાના આદેશથી હર્ષ પામેલે વામન તત્કાળ નૃત્ય કરવા ઉભો . તેને જોઈ છાત્રે મશ્કરી કરતા બેલ્યા કે—“ તારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust