________________ ( 298) જયાનંદ કેવળી ચરિત્ર. પંડિત ધાર્યો હતો, અને આવા કુરૂપને વિષે કળાની નિષ્ફળતા જા ણનાર કેટલાએકે તો આવા રૂપમાં કળાનું જ્ઞાન અસંભવિત જ છે.” એમ ધારી તેનું તે જ્ઞાન ઘૂણાક્ષર ન્યાયથી ધાર્યું હતું ત્યારપછી રાજાની આજ્ઞાથી ઉંચા પ્રકારના વેષવડે સર્વ અંગને સંવરી (ઢાંકી) શુદ્ધ સામગ્રીવડે નાટ્યસુંદરી નૃત્ય કરવા લાગી. સર્વ જનના ચિત્તને હરણ કરતી, કળાપંડિતોના મદને દમતી (નષ્ટ કરતી) અને રંભાદિક અપ્સરાઓનું સશપણું ધારણ કરતી તેણુએ ચિરકાળ સુધી વિવિધ પ્રકારનું નૃત્ય કર્યું. કુમારેએ કરેલા નૃત્યમાં જે જે નૃત્યો દેષવાળા હતા તે તે નૃત્ય તેણુએ બરાબર કરી બતાવી વિવિધ હસ્તકવડે નૃત્ય કર્યું. કપોલ, નાસિકા, નેત્રની કીકી, અધરેષ્ઠ અને સ્તન વિગેરે અવયવો જેમાં ફરકતા––ત્ય કરતા એવા શાસ્ત્રોક્ત ચોસઠ હસ્તક કરીને છેવટ કપોલ અને નેત્રની કીકીના વિપરીત (દોષવાળા) ભંગ બતાવ્યા. તે જોઈ તુમુલનો નિષેધ કરી વામન બલ્ય કે-“હે ભદ્ર! પ્રથમ તો તે શાસ્ત્રરીતિ પ્રમાણે બરાબર ભૂકુટિ અને કપિલાદિકના ભંગે તથા હસ્તકો ક્ય હતા, અને હમણાં હે સુભૂ! તે બન્નેને વિપરીત કેમ કર્યા? હેકનાનિપુણ! શાસ્ત્રમાં કપલ અને નેત્રની કીકીના આવા ભંગ કહ્યા નથી; અથવા તો શું આવા ભાવ કેઈપણ શાસ્ત્રમાં કહેલા છે?” આવું તેનું વચન સાંભળી આશ્ચર્ય પામેલી તે બોલી કે-“હે વામન ! એ ભાવ ભરતના શાસ્ત્રમાં કહેલો છે.” ત્યારે તે બોલ્યા કે-“હે ભદ્રે ! એમ ન બોલ. ભરતનું શાસ્ત્ર મારે કંઠે છે. તેમાં કેઈપણ ઠેકાણે આ ભાવ ભરત મુનિએ કહ્યો નથી.” એમ કહી તે વામને આ વિષયમાં ભરતના જેટલા લેક હતા તે સર્વ કહી બતાવ્યા. તે સાંભળી વિસ્મય પામીને તે કન્યા બોલી કે- તે હું ભૂલી હઈશ.” એટલે વામન બોલ્યો કે-આવા કળજ્ઞાનમાં ભ્રાંતિ (ભૂલ) નો સંભવ નથી, પરંતુ સભાની પરીક્ષા કરવા માટે 1 કદાચ આ વામનને કાંઈક જ્ઞાન હોય એવું ભાસે છે તો તે ધૃણાક્ષર ન્યાયથી છે, વાસ્તવિક નથી. એમ બધા ધારતા હતા. 2 ઘોંઘાટન. 3 સુંદર ભૂકુટિવાળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust