________________ (296) જયાનંદ કેવળી ચરિત્ર. લાગી. ઉપાધ્યાયે ફરીથી કહ્યું કે –“હે પ્રિયા! હું તેને ભણાવું છું, પરંતુ ઘણો પ્રયત્ન કર્યા છતાં તેને કાંઈ પણ આવડતું નથી. તે બેલી કે--“હે પ્રિય! અંગનું સુંદરપણું હોય તો નૃત્ય સાથી શકાય છે, અને સુંદર કંઠ હોય તે ગીત શીખી શકાય છે. તે બન્ને દેવગથી તેનામાં નથી. પરંતુ સુખે સાધી શકાય તેવી વીણ શા માટે તેને શીખવતા નથી?” તે સાંભળી ઉપાધ્યાયે તેણીને ત્રણ વીણ ભાંગી નાખ્યાની હકીકત કહી, ત્યારે તે બેલી કે –“એકના તંત્રી દુર્બળ હતી, બીજીનું તુંબડું જીણું હતું અને ત્રીજીને દંડ સલે હતા, તેથી તે ભાંગી ગયેલ છે માટે અતિ મજબૂત વીણા તમારે તેને આપવી.” તે સાંભળી ઉપાધ્યાયે કહ્યું---“ભલે હવે એમ કરીશ.” પછી તે છાત્રોના મશ્કરીના ભયથી તેને એકાંતમાં ભણાવવા લાગ્યા. આ પ્રમાણે અનુક્રમે માસ પૂર્ણ થયું ત્યારે પરીક્ષાને સમય આવ્યું, એટલે રાજા પરિવાર સહિત પરીક્ષાના મંડપમાં આવ્યા તે વખતે વિવિધ પ્રકારની કળાઓને ધારણ કરનારા પંડિતો તથા નગરના લોકો પણ ત્યાં આવ્યા. રાજાના હુકમથી છાત્રોના સમૂહ સહિત ઉપાધ્યાય જ્યારે તે મંડપમાં જવા નીકળ્યા ત્યારે વામને તેમને આ પ્રમાણે કહ્યું કે- “મને પણ તમારે સાથે લઈ જવો, તમારી પાસે જ બેસાડે અને સમય આવે ત્યારે નૃત્યાદિક કળા દેખાડવાનો મને આદેશ આપ.” તે સાંભળી ગુરૂએ તેને કહ્યું કે“તું કુરૂપ હોવાથી તેને પાસે રાખતાં મને શરમ આવે છે, અને તારી કળા તે ઉપહાસનું સ્થાન છે. તેમાં મારે તને શે આદેશ આપો?” તે સાંભળી વામને તેને કેટિ મૂલ્યને એક હાર આખ્યોતેથી તેની પ્રશંસા કરવામાં વાચાળ થયેલા ઉપાધ્યાયે તેનું સર્વ વચન અંગીકાર કર્યું. તેણે વિચાર્યું કે “ઘણું છાત્રોને ભણાવતાં મેં મારી આખી જીંદગીમાં જેટલું ધન પ્રાપ્ત કર્યું નથી, તેટલું ધન મને આ વામને એકીવખતે આપ્યું છે, તે આ કોણ હશે?” આવો વિચાર કરી હર્ષ અને આશ્ચયથી વ્યાકુળ થયેલા તે ઉપાધ્યાય વામન સહિત પરીક્ષામંડપમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust